Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરના પ્રવેશ દ્વારે લગાવેલ એંગલમાં ડમ્પર ઘુસી જતાં એંગલ તુટી ડમ્પરમાં ફસાઇ જતાં ચક્કાજામ

Share

ભરૂચ.

ભરૂચ શહેરના પ્રવેશ દ્વાર પર થોડા દિવસો પહેલાં જ ધારાસભ્યના હસ્તે ભારે વાહનોને કશક ગરનાળામાં પ્રવેશતા અટકાવવા માટે એક એંગલ લગાવવામાં આવ્યો હતો. પરંતુ આજે વહેલી સવારે પૂર ઝડપે આવેલા એક ડમ્પર ચાલકે આ એંગલ તોડી ગરનાળામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

ડમ્પર એંગલ સાથે અથડાતા એંગલ તૂટી જઈ ડમ્પરની કેબિનમાં ફસાઈ ગયો, જેના કારણે ડમ્પર ત્યાં જ અટકી પડ્યો હતો. આ ઘટનાના કારણે વહેલી સવારે માર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને થોડો સમય માટે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

એંગલ તૂટતાં થયેલા ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લઈ વાહન વ્યવહાર પુનઃશરૂ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

નર્મદા જિલ્લામાં અસંગઠિત ક્ષેત્ર-બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેની કામગીરી હાથ ધરવા જિલ્લા કલેક્ટરની સુચના.

ProudOfGujarat

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

ProudOfGujarat

સાઉથ આફ્રિકાથી ભરૂચના બહાદુર બુરજના મકાનની માંગણી રૂ.1 કરોડમાં કરાઈ…. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!