Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જીઆઇડીસી પોલીસ સ્ટેશન નજીક ખોદાયેલા ખાડામાં ગાય પડી, જીસીબીની મદદથી બચાવ કામગીરી

Share

ભરૂચના જીઆઇડીસી વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક ખોદવામાં આવેલા ખાડામાં એક ગાય અચાનક પડી જતાં હડકંપ મચી ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માહિતી મુજબ ડીજીવીસીએલ કંપની દ્વારા વિજ લાઇન સંબંધિત કામ માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડો પૂરતા સુરક્ષા બંદોબસ્ત વિના ખુલ્લો રાખવામાં આવતા ગાય તેમાં પડી ગઈ હતી.

Advertisement

ઘટનાની જાણ થતાં જ નોટિફાઇડ વિસ્તારમાંથી તંત્રના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીસીબી મશીનની મદદથી સાવચેતી પૂર્વક ગાયને બહાર કાઢવામાં આવી હતી. સદભાગ્યે ગાયને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી.

આ ઘટનાને પગલે સ્થાનિકોએ ખુલ્લા ખાડા તાત્કાલિક પૂરવા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા તંત્ર સમક્ષ માંગણી કરી છે.


Share

Related posts

ભરૂચ : ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહનચાલકો અને રાહદારીઓને સાવચેતીનાં ભાગરૂપે ઓવરબ્રિજ ઉપર તાર લગાવ્યા…

ProudOfGujarat

ભરૂચના તુલસીધામ માર્કેટમાં પ્રોજેક્ટ – ‘રોટરી નો છાયો’ હેઠળ શેરી વિક્રેતાઓને છત્રીઓનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!