Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજના જોલવા ગેટ નં. 1 સામે ત્રિપલ અકસ્માત, ટ્રાફિક જામ : પોલીસે દોડી આવી કાર્યવાહી કરી

Share

 

ભરૂચ જિલ્લાના દહેજ ઉદ્યોગ વિસ્તારમાં આવેલ જોલવા ગેટ નંબર 1 સામે આજે બપોરના સમયે ત્રિપલ અકસ્માત સર્જાતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ડમ્પર, ખાનગી બસ અને કાર એકબીજાની પાછળ ધડાકાભેર ભટકાતા માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

Advertisement

મળતી માહિતી મુજબ, ડમ્પર, બસ તેમજ કાર એકબીજા સાથે ભટકાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વાહનોને નાનું-મોટું નુકસાન થયું હતું. અકસ્માત બાદ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા હાથમાં લીધી હતી. પોલીસ દ્વારા ક્રેનની મદદથી નુકસાનગ્રસ્ત વાહનોને સાઈડ પર ખસેડવામાં આવ્યા હતા અને ટ્રાફિકને પુનઃ કાર્યન્વિત કરવામાં આવ્યો હતો.

અકસ્માતને પગલે થોડો સમય માટે દહેજ વિસ્તારમાં વાહન વ્યવહાર ધીરો રહ્યો હતો, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી.

પોલીસ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


Share

Related posts

લઠ્ઠાકાંડ મામલે બચી ગયેલા લોકોએ સારવાર બાદ કહ્યું અમે રોજ પીએ છીએ દેશી દારુ

ProudOfGujarat

ભરૂચના ભઠીયારવાડ ચોક વિસ્તારમાં ગાડીની ઓવરટેક કરવા બાબતે ધિંગાણું, ત્રણ ઘાયલ, ટોળા સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

વડોદરાના ધનપરી ઇકો ટુરિઝમ સેન્ટરમાં નવી સુવિધા : પ્રફુલ્લિત વાતાવરણમાં પ્રકૃતિના ખોળે બેઠકો યોજી શકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!