Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Share

 

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજુ કરાયેલ અરજીઓનો સુખદ નિકાલ

Advertisement

 

ભરૂચ

 

ભરૂચ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત દરમિયાન ૧૦ જેટલા અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું હતું.

       આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ દ્વારા દબાણ, જમીનની માપણી, પીવાના પાણીની સમાસ્યાનું નિરાકરણ, જમીનના ક્ષેત્રફળમાં રિ-સર્વે, ખેતીની જમીનમાં ૭૩એએ શરતભંગ કરવા બાબત,  ક્ષેત્રફળમાં ફેરફાર વગેરે પ્રશ્નોની અરજદારો દ્બારા રજૂઆત કરવામાં આવી હતી.

              કલેકટરશ્રીએ અરજદારઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, તમામ પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ અને અરજદારઓ હાજર રહ્યાં હતાં.


Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાનાં દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરા : મોટર સાયકલ પર દારૂ લઈને જતા યુવકનું બેલેન્સ બગડતાં ઢોર સાથે અથડાતા ભાંડો ફૂટ્યો… જાણો વધુ.

ProudOfGujarat

લીંબડી પંથકમાં ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતો ચિંતામાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!