Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બુટલેગરના ભાઇએ ઝૂપડામાં ઘુસી સગીરા સાથે દુષ્કર્મ કરતા ફરિયાદ

Share

11 વર્ષની બાળકીએ બુમરાણ કરતાં પરિવાર જાગ્યો, શખ્સ ભાગી ગયો
ભરૂચ.
ભરૂચની એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રીના સમયે પોતાના ઝૂપડામાં સુઇ રહ્યો હતો. જેમા પતિ-પત્ની અને તેમના બે સંતાનોમાં એક પુત્ર અને 11 વર્ષની એક પુત્રી સાથે સાથે જ સુઇ ગયાં હતાં. દરમિયાનમાં રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં એક શખ્સે ઝૂપડાંમાં પ્રવેશી તેમની 11 વર્ષની પુત્રીનું મોઢું દબાવી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, અરસામાં બાળકીના મોઢેથી હાથ હટી જતાં તેણે બુમરાણ મચાવી હતી. જેના પગલે તેના માતા-પિતા જાગી ગયાં હતાં. તેઓ કાંઇ કરે તે પહેલાં જ નરાધમ ત્યાંથી ભાગ્યો હતો. જોકે, માતા-પિતાએ પિછો કરતાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગનાર શખ્સ કસક વિસ્તારમાં દારૂનો વેપલો કરનાર વિશાલ ઠાકોરનો ભાઇ પિયુષ ઉર્ફે પીયુ ઠાકોર પરમાર (રહે. કસક ગુરૂદ્વારા પાસે) હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે પરિવારે પોતાની સગીર પુત્રીને સાત્વના આપી પોલીસ સ્ટેશને પહોંચી મામલામાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય કલમોના આધારે પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી  પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેનું અને ભોગ બનનારી સગીરાનું મેડિકલ કરાવવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વરમાં દૂધની ગુણવત્તા તપાસ: 14 ડેરીઓમાંથી નમૂના લેવાયા, રિપોર્ટ બાદ થશે કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

સાગબારા તાલુકાનાં નાની દેવરુપણથી ઉભરીયા વચ્ચેનાં બિસ્માર રસ્તાને નવીનીકરણ કરવા લોક સરકાર દ્વારા માંગ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!