Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તારા પુત્રને કહેજે અમારી પુત્રી સાથે સંબંધ ન રાખે કહીં ચાર જણાએ મહિલાને ફટકારી

Share

ભરૂચના બંબાખાના નિઝામવાડી ઝૂપડપટ્ટી વિસ્તારની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના બંબાખાના નિઝામવાડી વિસ્તારમાં રહેતાં નિરુબેન સુરેશ વસાવા છુટક મજુરી કરે છે. તેનો પુત્ર હિતેશ એક દુકાનમાં નોકરીએ જાય છે. દરમિયાનમાં ગત શુક્રવારના રોજ રાત્રીના સમયે તે તેમના ઘરે હતી તે વેળાં તેમના ઘરની સામે રહેતો મયુર મુકેશ વસાવા, અંબુ સોમા વસાવા ત્યા આવ્યાં હતાં. તેમણે તેને ધમકાવતાં જણાવ્યું હતું કે, તારા છોકરાને સમજાવી દેજે અમારા સમાજની(કુટુંબની) છોકરી સાથે પ્રેમ સંબંધ ન રાખે તેનાથી દૂર રહે. તેની સાથે કોઈ વાતચિત ન કરે જેથી નીરૂએ તેમને જણાવ્યું હતું કે, તમારી પુત્રીને પણ સમજાવો કે તે મારા પુત્ર સાથે વાત ન કરે જેથી મયુર અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તેને ધક્કો મારી ફેંકી લઈ હવે જો તારો છોકરો અમારી પુત્રીને હેરાન કરશે તો તમારા આખા ઘરને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. અરસામાં તેમનું ઉપરાણું લઈ સરોજ મુકેશ વસાવા તેમજ મંજુ અંબાલાલ વસાવા પણ ત્યાં આવી પહોંચી હતી. ચારેયે મળી તેને નજીકમાં પડેલી ઇંટો ઉંચકી મારી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ₹6 લાખના માર્ગ વિકાસ કાર્યનું લોકાર્પણ

ProudOfGujarat

ઝગડીયા:જીવલેણ હુમલાના ગંભીર ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસની પ્લાનેટ એપ બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!