Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો ગુનો, એક સગીર સહિત ચાર આરોપી ઝડપાયા

Share

 

વાંકલ: સુરત ગ્રામ્ય જિલ્લાના ઉમરપાડા તાલુકા વિસ્તારમાં સગીરાને લઈને ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સગીરા પર આચરાયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર ગુનામાં સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરી એક સગીર સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Advertisement

પોલીસ તપાસ મુજબ મોડી રાત્રે લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ સગીરા એકલી ઘરે જઈ રહી હતી. ત્યારે આરોપીઓએ મોટરસાઇકલ પર તેનો પીછો કર્યો હતો. બાદમાં અવાવરુ વિસ્તારમાં લઈ જઈ બળજબરીપૂર્વક પકડી રાખી ધમકી આપી સગીરા સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સગીરાને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા.

સગીરાએ ઘરે પહોંચી પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી તપાસ શરૂ કરી હતી.

સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા ઉમરપાડા પોલીસ દ્વારા ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ઝડપી કાર્યવાહી કરી એક સગીર સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં આજીવન કેદથી લઈ મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

પકડાયેલા આરોપીઓના નામ:

મિતેષ વેચાણ વસાવા, રહે. નસારપુર ગામ – શાકભાજી વેચવાનો ધંધો (પરણિત)
આકાશ ઈશ્વરભાઈ ચૌધરી, રહે. નસારપુર સ્ટેશન ફળિયું – ખાનગી કંપનીમાં નોકરી (પરણિત)
રાહુલ રાજેશ વસાવા, રહે. વાડી ફળિયું – મજૂરી કામ
કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર.


Share

Related posts

ઝઘડિયાથી શુકલતીર્થ મેળામાં જવા ઝઘડિયા મઢી ધાટ ખાતે માનવ મહેરામણ ઉમટ્યુ.

ProudOfGujarat

ભરૂચ ને.હા ૪૮ પર અકસ્માતે પલ્ટી મારેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ : સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

પાનોલીમાંથી જી.પી.સી.બી. એ સોલ્વન્ટ સહિતનો વેસ્ટનો જથ્થો ઝડપ્યો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!