Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટેટુની દુકાનની આડમાં દારૂનો વેપલો : દુકાન સંચાલક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

Share

ભરૂચના શિતલ સર્કલ પાસે નારાયણ હોસ્પિટલની બાજુમાં આવેલાં સી આર ચેમ્બરની ઘટના
ભરૂચ.
ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ માહિતી મળી હતી કે, શહેરના શિતલ સર્કલ પાસે નારાયણ હોસ્પિટલ પાસે આવેલાં સીઆર ચેમ્બર ખાતે આવેલી દુકાન નંબર સી-1માં શિવા ટેટુ નામની દુકાન આવેલી છે. જેમાંવિદેશીદારુનો વેપલો ચાલે છે. જેથી ટીમે તે ટેટુ દુકાનમાં દરોડો પાડ્યો હતો. દુકાનમાં દિપક ઉર્ફે બોબીજેસિંગ વસાવાને સાથે રાખી તપાસણી શરૃ કરી હતી.. જેમાં તેના દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ઠનો વિવિદેશીદારૃનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટીકુલ 135 બોટલ તેમજ 117 પાઉચ મળી કુલ 2.51 લાખની મત્તાનો મળી આવ્યો હતો. પોલીસે તેની ઉલટ તપાસ કરતાં તેણે કબુલ્યું હતુ. વધુમાં તેણે ઉમેર્યુ હતુ કે,તેન અને તેની ત્યાં ટેટુુ બનાવાનું કામ કરે છે. સોનેરી મહેલ ખાતે રહેતાં પ્રતિક કાયસ્થ તેમજ બરાનપુરા ધોળીકુઇ બજાર વિસ્તારમાં રહેતો શાહરૂખ નાજીર ખલીફા તેમજ વડોદરાના કરજણ ગામે રહેતાં બાબુ રમણ વસવાને તે વેચાણથી દારૂ આપતો હતો. ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, તે વાપીના શીવા નામના બુટલેગર પાસેથી દારૂનો જથ્થો લાવતો હતો. ટીમે તેની ધરપકડ કરી 2.51 લાખનો દારૂ, એક મોબાઇલ મળી કુલ 2.56 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરના ગોપાલ નગર પાસે ભરાતા શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

વેજલપુરની પાંચ વર્ષની આઈરાનો પહેલો રોજો, પરિવારમાં ખુશીની લાગણી

ProudOfGujarat

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ તેમજ દહેગામ યુવક મંડળ દ્વારા કોરોના સામે જનજાગૃતિની પ્રવૃતિ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!