Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન, સુરક્ષાકર્મીઓએ ઉત્સાહપૂર્વક નિભાવ્યો લોકશાહી અધિકાર

Share

ભરૂચ:

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓ, જવાનો, હોમગાર્ડ તેમજ ગ્રામ રક્ષા દળ (GRD)ના સભ્યોને તેમના મતાધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે આ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

Advertisement

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓથી લઈ જવાનો સુધી, તેમજ હોમગાર્ડ અને GRDના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને પારદર્શક માહોલમાં સંપન્ન થઈ હતી, જેમાં દરેક મતદાતાએ નિયમોનું પાલન કરતા પોતાની ફરજ નિભાવી હતી.

ચૂંટણી ફરજ જેવી મહત્વપૂર્ણ જવાબદારી વચ્ચે પણ સુરક્ષાકર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દૃઢ બનાવી હતી. આ સાથે તેઓએ “મતદાન એ અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે” તે સંદેશને પ્રત્યક્ષ રૂપે સાબિત કર્યો હતો.

આ પ્રકારની પોસ્ટલ બેલેટ વ્યવસ્થા ચૂંટણી પ્રક્રિયાને વધુ સમાવેશી બનાવે છે અને ફરજ પર રહેલા કર્મચારીઓને પણ લોકશાહી પ્રક્રિયામાં જોડાવાનો સમાન અવસર આપે છે. સમગ્ર આયોજન ચૂંટણી તંત્ર અને પોલીસ વિભાગ વચ્ચેના સુમેળ અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થયું છે.


Share

Related posts

અંકલેશ્વર શહેરમાં હસતી તળાવ વિસ્તારમાં આવેલી કૃપા નગર સોસાયટીમાં આવેલું ઓમકારેશ્વર મંદિરમા ચોરીની ઘટના બની

ProudOfGujarat

સુરતનાં ઉધના વિસ્તારમાં એક બેકરીમાં એકાએક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

સુરતમાં દહીંહાંડી કાર્યક્રમમાં મોઢામાંથી જ્વલનશીલ પ્રવાહી હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતાં યુવકનો ચહેરો દાઝયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!