Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી-૨૦૨૬ : ૨૦૪ બેઠકો માટે ૬,૪૪૯ પોલીંગ સ્ટાફ તૈનાત

Share

વાંકલ : સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને લઈને માહોલ જામી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ ૨૦૪ બેઠકો માટે મતદાન યોજાનાર છે, જેના માટે ૬,૪૪૯ પોલીંગ સ્ટાફને ચૂંટણી ફરજમાં મુકવામાં આવ્યો છે.

મતદાન પ્રક્રિયા સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી અધિકારીઓની નિમણૂંક સાથે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અલગ-અલગ તાલુકાઓ મુજબ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

Advertisement

વિગત મુજબ, ઓલપાડ તાલુકાની ૨૪ બેઠકો માટે ૭૩૮, માંડવી તાલુકાની ૧૮ બેઠકો માટે ૬૭૩, અરેઠ તાલુકાની ૧૬ બેઠકો માટે ૪૫૫, કામરેજ તાલુકાની ૨૦ બેઠકો માટે ૯૮૮ અને બારડોલી તાલુકાની ૨૨ બેઠકો માટે ૭૭૫ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.

ગ્રામીણ વિસ્તારોમાં મતદાન ટકાવારી વધે અને પ્રક્રિયા શાંતિપૂર્ણ રહે તે હેતુસર માંગરોળ તાલુકાની ૨૪ બેઠકો માટે ૯૦૪, ઉમરપાડા તાલુકાની ૧૬ બેઠકો માટે ૪૯૦, ચોર્યાસી તાલુકાની ૧૬ બેઠકો માટે ૩૨૫, પલસાણા તાલુકાની ૧૬ બેઠકો માટે ૩૬૬, મહુવા તાલુકાની ૧૬ બેઠકો માટે ૩૫૦ અને અંબિકા તાલુકાની ૧૬ બેઠકો માટે ૩૮૫ કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર સ્ટાફમાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ, પોલીંગ ઓફિસર્સ તેમજ અટેન્ડન્ટ્સનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અધિકારીઓ અને પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

તાલુકા પંચાયતની ચૂંટણી નિષ્પક્ષ, ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.


Share

Related posts

ભરૂચ શહેરમા તસ્કરો એ ઘૂમ મચાવી… ફરી એક દુકાનમાં ચોરી નો બનાવ બનતા વેપારીઓમા ફફડાટ…

ProudOfGujarat

અંકલેશ્વર ગુ.હા. બોર્ડ ખાતે લાભપાંચમે ભંડારો યોજાયો…

ProudOfGujarat

અંકલેશ્વર બ્રેકીંગ: નેશનલ હાઇવે પર પાર્ક કરેલ કન્ટેનર માંથી 16 લાખ ઉપરાંતની LED ટીવીની ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!