Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ એસ ટી વિભાગ ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને સાથે રાખી કોંગ્રેસ યુવા પાંખ ના અગ્રણીઓ એ વિવિધ સમસ્યાઓ અને મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી.

Share

                  ભરૂચ તાલુકા ના કહાન, ઝંગાર, પાલેજ, ટંકારીયા  અને આમોદ તાલુકા ના આછોદ, દેનવા રૂટ પર ની અનિયમિત બસો ને સમયસર કરવા અને ખખડધજ બસો ને બદલી વ્યવસ્થીત બસો ફાળવવા તેમજ વિદ્યાર્થીઓ, મુસાફરો ને બસ પાસ કઢાવવા માં પડતી હાલાકી તેમજ બસ ડેપો માં પીવાના પાણી ની તકલીફ દૂર કરવાની માંગ સાથે આજ રોજ કોંગ્રેસ ના યુવા અગ્રણીઓ એ વિદ્યાર્થીઓને સાથે એસ.ટી ડેપો માં ડી.સી  ને રજૂઆત કરી તાત્કાલિક અસરકારક પગલા લેવાય એવી માંગણી કરવામાં આવી હતી .
     અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો વહેતી તકે આ સમસ્યાઓ નું ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ કોંગ્રેસ ના યુવા અગ્રણીઓ દ્વારા એસ ટી તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ચીમકી ઉચારવામાં આવી હતી.

Share

Related posts

વડોદરા : સર સયાજી ગાયકવાડ હોસ્પિટલમાં એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી (એટીએફ) નો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચમાં 60 દિવસીય મેગા કાનૂની જાગૃતિ અભિયાનનો પ્રારંભ : સમાજના છેવાડાના વ્યક્તિ સુધી મફત ન્યાય પહોંચાડવા સંકલ્પ, હાંસોટના ઇલાવ ગામેથી વિશેષ ડ્રાઇવ શરૂ

ProudOfGujarat

જાણો ભરૂચ જિલ્લામાં હાલ સુધી કેટલો વરસાદ વરસી ચૂક્યો છે !

ProudOfGujarat
error: Content is protected !!