Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકા એસટીપી પ્લાન્ટમાં સ્વચ્છ કરાતું ૨૨ એમએલડી પાણી નર્મદામાં ઠાલવવા મજબૂર

Share

 

દહેજ, વિલાયત-સાયખા જેવી જીઆઈડીસી સાથે એમઓયુ થાય તો આવકનો સ્ત્રોત વધે

Advertisement

 

શહેરમાં ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ૪૦ ટકા પૂર્ણ, ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાની નેમ

। ભરૂચ ।

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૧૦૧૩-૧૪માં શરુ થયેલી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી હાલમાં ૪૦ ટકા પૂર્ણ થઈ છે. જેમાં એકંદરે ગટર લાઈનની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. જોકે, હજી વરો સાથે જોડાણ આપવાની કામગીરી અધૂરી છે. બીજી તરફ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ દ્વારા વર્ષ ૨૦૧૭માં ભરૂચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી હતી. જે બાદ પ્લાન્ટ તૈયાર થઈ જતાં તેમાં શહેરના ૪૦ ટકા વિસ્તારનું ઘરવપરાશ ખારકૂવાનું પાણી સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સ્વચ્છ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ નગરપાલીકાના મુખ્ય અધિકારી હરેશ અગવાલના જણાવ્યાનુંસાર શહેરના ગંદા પાણીના ટ્રીટમેન્ટ બાદ તેમાંથી અંદાજે ૨૧થી ૨૨ એમએલડી જેટલું ટ્રીટમેન્ટ કરાયેલું પાણી નિકળે છે. હાલમાં તે પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવે છે. જોકે, તેઓએ ઉમેયું હતું કે, તેઓ દ્વારા દહેજ, સાયખા, વિલાયત સહિતની જીઆઈડીસીઓ સાથે તેમની ચર્ચા ચાલી રહી છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરાયેલું પાણી ઉદ્યોગોમાં કુલીંગ પ્રક્રિયા માટે તેમજ અન્ય પ્રકારની પક્રિયા માટે ચાલી શકે છે. કોઈ જીઆઈડીસી સાથે તેમનો એમઓયુ થાય તો તેના આધારે ચોક્કસ ફી નક્કી કરી તેમને આ પાણી પુરુ પાડી શકાય તેવું આયોજન કરવામાં આવશે. હાલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાનનું સંચાલન પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૮માં તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં સુએજ પ્લાન્ટના સંચાલનનો અને જાળવણીનો ખર્ચ નગરપાલિકાના માથે આવશે. ત્યારે તે પહેલાં જ કોઈ પણ જીઆઈડીસી સાથે એમઓયુ કરી તેમને પાણી પુરૂ પાણી પાલિકાની આવક વધારવા માટેના પ્રયાસ કરાશે તેમ તેમણે ઉમર્યું હતું.

કેવા પ્રકારનું એમઓયું થાય તે જોવું રહ્યું : સીઓ

અમે હાલમાં જીઆઈડીસીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. હાલમાં એસટીપીમાંથી ટ્રીટમેન્ટ કરાયેલું ૨૨ એમએલડી પાણી નિકળે છે. તે પાણી જે તે જીઆઈડીસીને પહોંચાડવા માટે પાઈપલાઈન નાંખવી પડી શકે છે. ત્યારે એમઓયુમાં પાઈપલાઈનના ખર્ચ કોણ કરે છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે જીઆઈડીસીમાં પાણી પ્રેશરથી અને અવિરત જાય તે માટે ટાંકી ઉભી કરવી પડે તે સહિતની અનેક બાબતો છે. જીઆઈડીસીઓ સાથેની બેઠકમાં તમામ બાબતોને આવરીને ચર્ચા કરશું ત્યારે કેવા પ્રકારનું એમઓયું થય તે જોવું રહ્યું, હરીશ અગ્રવાલ, મુખ્ય અધિકારી નગરપાલિકા, ભરૂચ


Share

Related posts

ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં કાર ના કાંચ તોડી ૪ લાખ ઉપરાંત ની રકમ ની સનસનાટી ભરી ચીલ ઝડપ ..EXCLUSIVE

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં મહી નદીમાથી વનવિભાગ દ્વારા મગરને પકડી લેવામાં આવ્યો.

ProudOfGujarat

ડુંગરી બાયપાસ પાસે સ્પીડમાં વાહન ચલાવતા માનવભક્ષી “દિપડા “ઝડપી સ્પીડબેકરની જરૂરીયાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!