Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ SOGએ આર્મ્સ અને પ્રોહીબિશન કેસમાં ફરાર આરોપીને સુરતથી ઝડપી પાડ્યો :  આરોપી સામે સુરત અને ભરૂચમાં અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું

Share

ભરૂચ :
ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને ભરૂચ એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા નવભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયાના માર્ગદર્શન હેઠળ ટીમ કામગીરી કરી રહી હતી.
દરમિયાન એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી રોહનભાઈ ઉર્ફે ઠીન્નો મનહરભાઈ ઠાકોર હાલ સુરતના કતારગામ વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલ આરોપી રોહનભાઈ ઉર્ફે ઠીન્નો મનહરભાઈ ઠાકોર, શિવકૃપા સોસાયટી, મામલતદાર કચેરી સામે, ભરૂચનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 111(2)(બી), આર્મ્સ એક્ટ 25(1-બી)(એ), 29 જીપી એક્ટ-135 તેમજ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. પોલીસ તપાસમાં આરોપી સામે સુરત અને ભરૂચમાં અગાઉ પણ ચોરી, છેતરપિંડી, પ્રોહીબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કામગીરીમાં પો.ઈન્સ. એ.વી. પાણમિયા, ASI નરેન્દ્રભાઈ, HC શિવાંગસિંહ તથા PC દર્શનભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Share

Related posts

ભરૂચ કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની એ આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

શહેરા : જ્ઞાનકુંજ પ્રોજેકટ ધરાવતી શાળાઓનાં શિક્ષકોની તાલીમ યોજવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી પોલીસ મથક સહિત સારસા અને પ્રાંકડ ગામે રક્ષાબંધન અંતર્ગત કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!