Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ પદે હેમાક્ષીબેન પટેલ અને ઉપપ્રમુખ પદે લક્ષ્મીબેન ટંડેલને મેન્ડેટ : ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે ચૂંટાઈ આવે તેવી પ્રબળ શક્યતા

Share

 

ભરૂચ :
ભરૂચ જિલ્લાની નવ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. તે વચ્ચે ભરૂચ તાલુકા પંચાયત માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરતા રાજકીય વર્તુળોમાં ચહલપહલ તેજ બની છે.

Advertisement

ભાજપ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે અમલેશ્વર બેઠક પરથી વિજેતા બનેલા હેમાક્ષીબેન ગૌરાંગભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાડભૂત બેઠક પરથી ચૂંટાયેલા લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. પાર્ટીના મેન્ડેટ મુજબ બંને ઉમેદવારોએ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને પોતાની દાવેદારી નોંધાવી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા પંચાયતના અન્ય મહત્વના હોદ્દાઓ માટે પણ ભાજપ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તથા દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ નક્કી કરવામાં આવ્યા છે. સોમવારે યોજાનારી સત્તાવાર ચૂંટણી પ્રક્રિયામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ અથવા જંગી બહુમતીથી ચૂંટાઈ આવે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામો બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોને લઈને રાજકીય વર્તુળોમાં પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


Share

Related posts

પરણિતાના અપહરણના બનાવના મામલે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય છોટુ વસાવા સામે કરેલ સીધા આક્ષેપ જો સાચા હોય તો જાહેરમાં ચર્ચા કરવા કેમ ન આવ્યા ? સાંસદ મનસુખ વસાવાએ કરેલ તીવ્ર પ્રહાર.

ProudOfGujarat

ચૂંટણીના માહોલમાં વેજલપુરમાં આગજનીનો બનાવ: 4 બાઈક અને 1 રિક્ષા ખાખ, સ્થાનિકોમાં ભય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!