Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લુવારા ગામ નજીક દારૂના નશામાં સ્કૂલ બસ ચલાવતો ડ્રાઈવર ઝડપાયો, વાલીઓમાં રોષ

Share

 

ભરૂચ જિલ્લાના લુવારા ગામ નજીક વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એમીકસ સ્કૂલની બસનો ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવતો ઝડપાઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

Advertisement

પોલીસ ફરિયાદ મુજબ સ્કૂલ બસ નંબર GJ-16-AY-3033 નો ચાલક નીતિન પ્રદિપભાઈ શર્મા વિદ્યાર્થીઓને લઈ જતા સમયે દારૂના નશામાં બસ હંકારી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ડ્રાઈવરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું.

વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સામે આવતા વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાએ સ્કૂલ બસોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા અને ડ્રાઈવરોની નિયમિત તબીબી તથા વર્તન ચકાસણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

સ્થાનિક વાલીઓએ સ્કૂલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાલીઓનું કહેવું છે કે બાળકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે. સ્કૂલ તંત્ર દ્વારા ડ્રાઈવરની યોગ્ય તપાસ અને દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા ઉઠી છે.

પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને શિક્ષણ જગતમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

લુવારા ગામે કતલખાને લઈ જવાતી ૩૫ ભેંસ બચાવાઈ, પોલીસે કુલ ૨૪.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ProudOfGujarat

માય લિવેબલ ભરૂચ હેઠળ હેપ્પી સ્ટ્રીટનું આયોજન, મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા, વિવિધ રમતોની મજા માણવામાં આવી.

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા સમર્થકોમાં ખુશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!