Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

NH-48 પર દૂધ ભરેલો આઇસર ટેમ્પો અકસ્માતગ્રસ્ત, ડ્રાઈવરનું મોત; કંડકટરનો જીવ બચ્યો

Share

 

કરજણ તાલુકામાં NH-48 હાઈવે પર વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને જીવતા બહાર કાઢવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.

Advertisement

મળતી માહિતી અનુસાર, તા. 23-06-2026 ના રોજ વહેલી સવારે અંદાજે 3:45 વાગ્યે પ્લેઝર ઇન્ડિયા કંપની પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી દૂધ ભરી વડોદરા તરફ જઈ રહેલો MH 17 BD 2034 નંબરનો આઇસર ટેમ્પો આગળ ચાલી રહેલા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ટેમ્પોના કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણ ચકનાચૂર થઈ ગયો હતો.

અકસ્માતના પગલે ટેમ્પોના ડ્રાઈવર અને કંડકટર કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફાયર વિભાગે હાઈડ્રોલિક ઇક્વિપમેન્ટ ની મદદથી કેબિનના લોખંડના પતરા કાપવાની કામગીરી હાથ ધરી હતી. અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ બંને ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ 108 ઈમર્જન્સી સેવા ની ટીમે પ્રાથમિક તપાસ કરતાં ડ્રાઈવરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કંડકટરને જીવતા બહાર કાઢવામાં સફળતા મળતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા, સસ્તાં અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ, હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે.

ProudOfGujarat

રાષ્ટ્રપતિ મુર્મુનું પ્રથમ સંબોધન : ‘મારી ચૂંટણીમાં ગરીબોના આશીર્વાદ, દીકરીઓની શક્તિ અને મહિલાઓના સપના’

ProudOfGujarat

ભરૂચનાં વડદલા નજીક લકઝરી બસ પલટી ખાતા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!