Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની ગ્લેક્સોન ફાર્મામાં ભયાનક ફ્લેશ ફાયર, ધડાકાથી GIDCમાં દોડધામ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જાઈ ઘટના, ચાર કામદારો દાઝ્યા; બેની હાલત ગંભીર, વડોદરા રિફર

Share

 

ભરૂચ :

Advertisement

અંકલેશ્વર GIDCમાં આવેલી ગ્લેક્સોન ફાર્મા કંપનીમાં સોમવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક ફ્લેશ ફાયર સાથે જોરદાર ધડાકો થતાં કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનામાં નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારો દાઝી ગયા હતા, જ્યારે બે કામદારોને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ કંપનીમાં નિયમિત કેમિકલ પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે અચાનક ફ્લેશ ફાયર થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. ધડાકાના અવાજથી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને બચાવ માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને સરદાર પટેલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

દાઝી ગયેલા કામદારોમાં સુનિલ ચૌધરી, વિક્રમ બારીયા, વિનુ બાવળીયા અને ચંદ્રેશ વછાણીનો સમાવેશ થાય છે. પ્રાથમિક સારવાર બાદ બે કામદારોની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ GIDC પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ કંપનીમાં પહોંચી હતી અને ઘટનાના કારણોની તપાસ હાથ ધરી હતી.

ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી એસ.ડી. પાઠકે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ફ્લેશ ફાયર જેવી ઘટના હોવાનું સામે આવ્યું છે. ચાર કામદારો દાઝ્યાની માહિતી મળી છે. ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


Share

Related posts

ગોધરા શહેરમાં ગુહ્યા મહોલ્લામાં લોકટોળાંએ પોલીસ પર હુમલો કરતાં ટીયરગેસનાં સેલ છોડાયાં.

ProudOfGujarat

ભરૂચમાં ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી

ProudOfGujarat

આઇ.પી.એલ મેચ ની શરૂઆત થતા જ સટ્ટા બેટીંગ વાળા જોરમા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!