Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં યુકેના વીઝના અપાવવાની લાલચે યુવાન સાથે 14.58 લાખની ઠગાઇ : સિટી સેન્ટરમાં આવેલાં ક્વિક વિઝા કન્સલ્ટન્ટે વડોદરાના શખ્સ સાથે મળી ખેલ કર્યો

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના જંબુસર બાયપાસ રોડ પર આવેલાં ઇંટવાલા કોમ્પલેક્ષ ખાતે રહેતો રિઝવાન સાકીરહુસેન શેખ એકાદ વર્ષ પહેલાં વિદેશમાં યુકે ખાતે નોકરી માટે જવાનું વિચારી રહ્યો હોઇ તે કન્સલ્ટન્સીનું કામ કરતાં લોકોને મળતો હતો. દરમિયાનમાં જૂન 2025માં તે શહેરના પાંચબત્તી ખાતે આવેલાી સિટી સેન્ટર ખાતે ક્વિક વિઝા કન્સલ્ટન્ટન્સીના સમરસિંહ ઉર્ફે સલીમ જશવંતસિંહ રાણા (રહે. મુન રેસિડન્સી, કંથારિયા રોડ, ભરૂચ.)ના સંપર્કમાં આવ્યો હતો. વિઝા પ્રોસેસ માટે રિઝવાન તેની માતા સાથે તેની ઓફિસે ગયાં હતાં. ત્યાં તમામ વાતચિત વેળાં યુકેમાં વર્ક વિઝા તેમજ ત્યાં નોકરી અપાવવાના બદલામાં કુલ 28 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પરિવારે આપસમાં ચર્ચા કરી તેઓ વિઝા માટે તૈયાર થયાં હતાં. દરમિયાનમાં રિઝવાનનું મેડિકલ સુરત કરાવવા માટે તેમજ મુંબઇમાં તેનું બાયોમેટ્રીક કરવા માટે કુલ 3 લાખ ચુકવવા પડશે તેમ કહેતાં રિઝવાને તેમને 3 લાખ રૂપિયા આપ્યાં હતાં. જે બાદ અલગ અલગ ફીના બહાને તેની પાસેથી સમરસિંહ ઉર્ફે સલીમે કુલ 14.80 લાખ રૂપિયા પડાવી લીધાં હતાં. જે બાદ સમરસિંહ તેને બાયોમેટ્રિક કરાવવા મુંબઇ લઇ ગયો હતો. જોકે, ત્યાં તેનું બાયોમેટ્રિક થયું ન હતી. પરંતુ સમરસિંહ ઉર્ફે સલીમ રાણા સાથે આવેલાં આકાશ દિેનેશ જાની (રહે. માંજલપુર, વડોદરા) એ તેમની પાસેથી તમામ ડિટેઇલ લઇ લીધી હતી. તેમજ રિઝવાનનો પાસપોર્ટ પણ લઇ લીધો હતો. જે બાદ આકાશ દિનેશ જાનીએ પણ તેમની પાસેથી અલગ અલગ બહાનેકુલ 3.58 લાખ રૂપિયા પડાવ્યાં હતાં. લાંબો સમય બાદ પણ તેમના વિઝા નહીં આવતાં આકાશ જાનીને ફોન કરતાં તેનો નંબર બંધ આવતો હોઇ તેમણે સમરસિંહનો સંપર્ક કરી તેમણે તેમના કુલ 18.38 લાખ પરત આપવા કહેતાં સમરસિંહ રણાએ રકઝક કરી હતી. જે બાદ તેણે 3.80 લાખ પરત આપ્યાં હતાં. જોકે, બાકીના રૂપિયા આપવામાં ગલ્લા તલ્લા કરતો હોઇ આખરે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

રાજપીપળા : તિલકવાડા નગરનાં બંધ મકાનમાંથી 2,97,000 ની ઘરફોડ ચોરી.

ProudOfGujarat

નવસારી-મહિલાને ડરાવી દાગીના રોકડ મળી1.62 લાખની છેતરપિંડી

ProudOfGujarat

સુરત-પોતાને મીડિયા કર્મી જણાવી વીડિયો ઉતારી ઉઘરાણાં કરતા ચાર કથિત પત્રકારો પોલીસ સંકજામાં….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!