Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ચેક બાઉન્સના બે અલગ-અલગ કેસમાં સજા પામેલા ફરાર આરોપીઓ ઝડપાયા

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ જિલ્લામાં નાસતા-ફરતા, સજા વોરંટ ધરાવતા તેમજ પેરોલ જમ્પ કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન હેઠળ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન અને અંકલેશ્વર રૂરલ પોલીસે અલગ-અલગ કાર્યવાહીમાં ચેક બાઉન્સના કેસમાં સજા પામેલા બે ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાપોદરામાંથી સજા વોરંટનો આરોપી ઝડપાયો

અંકલેશ્વર રૂરલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાપોદરા ગામમાંથી લલુઆત અબ્દુલ્લા મેહમુદ અહમદ (રહે. કાપોદરા, તા. અંકલેશ્વર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ નોંધાયેલા ફોજદારી કેસ નં. 3541/2023માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, માંગરોલ (જિ. સુરત) દ્વારા સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને વોચ ગોઠવી ઝડપી પાડી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જી. ગોહીલના નેતૃત્વમાં કરવામાં આવી હતી. કાર્યવાહીમાં પીએસઆઈ આર.એ. જાડેજા સહિતની પોલીસ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભરૂચ શહેરમાંથી નવ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

બીજી તરફ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે પણ ચેક બાઉન્સના ગુનામાં કોર્ટ દ્વારા બે વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ છેલ્લા નવ મહિનાથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે અક્ષયભાઈ પ્રવીણભાઈ પરમાર (ઉ.વ. 30, રહે. સાબુગર ઝૂંપડપટ્ટી, સાંઈબાબા મંદિર પાછળ, શક્તિનાથ, ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, ભરૂચના ફોજદારી કેસ નં. 11005/2024માં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ બે વર્ષની સજાનો હુકમ થયો હતો. સજાથી બચવા આરોપી છેલ્લા નવ મહિનાથી ફરાર હતો.

આ કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ, નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. વસાવાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં પીએસઆઈ એમ.એસ. ડાંગર સહિત સર્વેલન્સ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળ કામગીરી બજાવી હતી.


Share

Related posts

ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી કુસુમ બેન કડકીયા કોલેજ માં આજ રોજ વાજતે ગાજતે જન્માષ્ટમી ની ઉજવણી કરવાં માં આવી.

ProudOfGujarat

નેત્રંગ ખાતે સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના દરોડા, 11 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ

ProudOfGujarat

વડોદરાની એમએસ યુનિ.માં નોકરીના નામે 15 લોકો સાથે આચરાયું કરોડોનું કૌભાંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!