Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દમણથી ભરૂચના બૂટલેગરો માટે કારમાં લવાતો રૂ.4.16 લાખનો દારૂ ઝડપાયો :  ક્રેટા કારમાંથી વિદેશી દારૂ-બિયર સહિત રૂ.9.21 લાખનો મુદ્દામાલ કબજે; એક ઝડપાયો, ચાર આરોપી વોન્ટેડ

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ એલસીબીએ દમણથી ભરૂચ તરફ કારમાં લવાઈ રહેલા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બિયર સહિત રૂ.4.16 લાખનો જથ્થો કબજે કર્યો હતો. દારૂ, મોબાઇલ અને ક્રેટા કાર સહિત કુલ રૂ.9.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

એલસીબીમાં ફરજ બજાવતા મહિપાલસિંહ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સફેદ કલરની ક્રેટા કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી નેશનલ હાઈવે-48 તરફ જવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે નંદેલાવ બ્રિજથી એબીસી ચોકડી વચ્ચે અલગ-અલગ સ્થળે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે કાર રોકી ટ્રાફિકનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. કારમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલો શખ્સ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેની ઓળખ તેજસ સુકા આહિર (રહે. આહિરી ફળિયું, પારડી, વલસાડ) તરીકે થઈ હતી.

પોલીસ પૂછપરછમાં તેજસે જણાવ્યું હતું કે કારચાલક હિતેશ નરેશ નાયકા (પારડી) તેને દારૂની ખેપ માટે સાથે લાવ્યો હતો. દમણમાં ઉમેશ મેડીના ગોડાઉનમાંથી દારૂ ભરવામાં આવ્યો હતો અને આ જથ્થો ભરૂચના સંદીપ ઠાકોર ઓગણીયા તથા નિરવ કનુ પરમારને આપવાનો હતો.

પોલીસે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી રૂ.4.16 લાખનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે હિતેશ નાયકા, સંદીપ ઓગણીયા, નિરવ પરમાર અને ઉમેશ મેડીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ઋષભ રિખીરામ શર્માએ આ રીતે ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી અને શરૂ કર્યો ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર

ProudOfGujarat

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

ProudOfGujarat

સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની તાલીમાર્થી રાજ્ય કક્ષાએ યોગાસન સ્પર્ધામાં પ્રથમ આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!