Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટેસ્ટ ડ્રાઇવના બહાને રૂ.2.90 લાખની સ્પોર્ટ્સ બાઈક લઈ ગઠિયો રફુચક્કર! :  માર્કેટપ્લેસ પર બાઈક વેચવાની જાહેરાત યુવાનને પડી ભારે; આધારકાર્ડ બતાવી નિન્જા-650 લઈને નીકળ્યો, કલાકો બાદ પણ પરત ન ફર્યો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચમાં ઓનલાઈન માર્કેટપ્લેસ પર પોતાની મોંઘી સ્પોર્ટ્સ બાઈક વેચવાની જાહેરાત કરવી એક યુવાનને ભારે પડી છે. બાઈક ખરીદવાના બહાને ઘરે પહોંચેલા ગઠિયાએ આધારકાર્ડ બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ટેસ્ટ ડ્રાઈવના બહાને રૂ.2.90 લાખની કાવાસાકી નિન્જા-650 બાઈક લઈને ફરાર થઈ જતાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ભરૂચના ભોલાવ ગામની રંગકુટીર બંગ્લોઝમાં રહેતા અને મૂળ કેરળના વૈશાખ માધવન ટીએમ ટેકનીપ એનર્જીસ કંપનીમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરે છે. હાલમાં દહેજની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ કામગીરી હેઠળ તેઓ દહેજ ખાતે ફરજ બજાવે છે. તેમની પાસે પૂણેથી એક વર્ષ અગાઉ ખરીદેલી કાવાસાકી નિન્જા-650 સ્પોર્ટ્સ બાઈક હતી.

વૈશાખે બાઈક વેચવા માટે OLX અને માર્કેટપ્લેસ એપ પર જાહેરાત મૂકી હતી. દરમિયાન અજાણ્યા શખ્સે ફોન કરી બાઈક ખરીદવામાં રસ બતાવ્યો હતો. તા.3 સપ્ટેમ્બરે સુરતથી આવવાનું કહી બપોરે અઢી વાગ્યાના અરસામાં તે વૈશાખના ઘરે પહોંચ્યો હતો. તેણે પોતાનું નામ પ્રેમપારસ દેવેન્દ્રકુમાર પટેલ હોવાનું જણાવ્યું હતું.

બાઈકના ભાવતાલ બાદ તેણે ટેસ્ટ ડ્રાઈવ માંગતા વૈશાખે આઈડી પ્રૂફ માગ્યું હતું. આરોપીએ આધારકાર્ડ બતાવી પોતે ગાંધીનગરના પેથાપુર સ્થિત સ્વપ્ન વિલા-2નો રહેવાસી હોવાનું દર્શાવ્યું હતું. વિશ્વાસમાં આવેલા વૈશાખે બાઈક ટેસ્ટ ડ્રાઈવ માટે આપી હતી.

પરંતુ ટેસ્ટ ડ્રાઈવના નામે નીકળેલો શખ્સ કલાકો બાદ પણ પરત ન ફરતાં બાઈક લઈને રફુચક્કર થઈ ગયાનું સ્પષ્ટ થયું હતું. બનાવ અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચનાં કસક અપ્સરા એપાર્ટમેન્ટમાંથી બોગસ તબીબ ઝડપાયો, મેડિકલને લગતા સાધનો દવાઓ સહિત 6 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીના સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટની મિટીંગ મળી

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માંગ સાથે આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!