Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાસદ ગામના રોડ પર છોટા હાથી ટેમ્પોની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત :  વાળ કપાવી બાઇક પર ઘરે પરત ફરતી વખતે અકસ્માત, ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ તાલુકાના કાસદ ગામના રોડ પર છોટા હાથી ટેમ્પોની ટક્કરથી બાઇકસવાર યુવકનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને પામલેન્ડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હોવાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચના શેરપુરા રોડ પર આવેલી સફારી પાર્ક સોસાયટીમાં રહેતા સરફરાજ યુનુસ ખેપી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો નાનો પુત્ર સાહિલ સરફરાજ ખેપી છેલ્લા પાંચ વર્ષથી કાસદ ગામે રહેતા તેના નાના ગફુરભાઈ બગસના ઘરે રહેતો હતો.

ઘટનાના દિવસે સરફરાજ ખેપી રિક્ષા લઈને અંકલેશ્વર ગયા હતા. દરમિયાન કાસદ ગામમાં રહેતા તેમના સાળા આસીક બગસનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાહિલ વાળ કપાવીને બાઇક પર કાસદ ગામે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં એક છોટા હાથી ટેમ્પોના ચાલકે તેની બાઇકને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.

પુત્રના અકસ્માતના સમાચાર મળતાં સરફરાજ ખેપી તાત્કાલિક સ્થળ તરફ જવા નીકળ્યા હતા. જોકે, થોડા જ સમયમાં તેમના સાળાએ ફરી ફોન કરીને સાહિલનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી. સાહિલને પામલેન્ડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ દુર્ઘટના અંગે સરફરાજ ખેપીએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ શહેર ના અલગ અલગ વિસ્તારો માંથી મોટરસાયકલો ની ચોરી કરનાર ગઠિયા ને એ ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સરકારી પોસ્ટ ઓફિસમાં BSNL ની નેટ કનેક્ટિવિટી ત્રણ દિવસથી ખોટકાતા ગ્રાહકો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ નગરમાં તા. 28/10/2020 નાં રોજ વીજ પુરવઠો બંધ રહેશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!