Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગ્રામ પંચાયત દ્રારા વીજ બીલ નાં ભરવા વીજ કંપની નાં અધિકારી ઓએ સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખતા ગામમાં અંધાર પટ છવાઈ ગયો છે.

Share

છેલ્લા ઘણા સમયથી વાલિયા ગ્રામ પંચાયતના સ્ટ્રીટ લાઈતાના કનેકશનના નાણા નહિ ભરવામાં આવતા વીજ કંપની નાં અધિકારી ઓએ સ્ટ્રીટ લાઈટનું કનેકશન કાપી પાખ્યું હતું. જેને પગલે હરીનગર , હાઉસિંગ બોર્ડ , અને મુખ્ય બજારમાં સ્ટ્રીટ લાઈટો બંધ થઇ જતા અડધા વાલિયા ગામમાં અંધાર પટ છવાઈ જવા પામ્યો હતો. ગામની સ્ટ્રીટ લાઈટો બંધ થઇ જતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. ત્યારે ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે. આ સમય ગાળા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ…??? તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે. ત્યારે ગ્રામ પંચાયત ની અંદરોની અંદર ની લડાઈના પગલે ગ્રામાજનો એ ત્રાસ વેઠવાનો વારો આવી રહ્યો છે. જો કે ત્વરિત ગ્રામ પંચાયતના સત્તાધીશો એ ત્વરિત વીજ કંપની ની કચેરી ખાતે નાણા ભરી દેતા વીજ કંપની દ્રારા ફરી વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો. અચાનક સ્ટ્રીટ લાઈટો બંધ થવાને પગલે લોકોમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જયારે સીતારામ સેવા ટ્રસ્ટ નું ૩.૬૦ લાખ નું બીલ નહિ ભરવામાં આવતા વીજ કંપની દ્રારા ટ્રસ્ટ નું વીજ કનેકશન પણ કાપી નાખવામાં આવ્યું છે. ત્યારે વાલિયા વીજ કાંપની કડક વલણ ને પગલે બાકી પડતા વીજ બીલના નાણા ન ભરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

નર્મદાના કેવડિયા ન્યુ બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી પતરા ઉડ્યા.

ProudOfGujarat

શહેરા : જ્ઞાનકુંજ પ્રોજેકટ ધરાવતી શાળાઓનાં શિક્ષકોની તાલીમ યોજવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનું 2017-18 વર્ષનું 1.9 કરોડના પુરાત વાળું બજેટ સર્વાનુમતે મંજુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!