Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજ્ય સરકાર ના શાળા ફી નિયમન મુદ્દે ભરૂચ યૂથ કોંગ્રેસ આક્રમકઃરૂપ માં પૂતળા દહન અને રસ્તા રોકો આંદોલન કરાયું…….

Share

 

યૂથ કોંગ્રેસ ભરૂચ દ્વારા આજ રોજ સવારે શહેર ના પાંચબત્તી સર્કલ ખાતે એક
આશ્ચર્યજનક કાર્યક્રમ રાજ્ય સરકાર ના વિરુદ્ધ માં યોજવામાં આવ્યો હતો ……

Advertisement

 

જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાજપ ની રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલા ફી નિયમન કાયદો બનાવી બાદ માં શાળા સંચાલકો ને મરજી મુજબ ની ફી રૂપે વાલીઓને લૂંટવાનો છુટ્ટો દોર આપવાની નીતિના ભાગ રૂપે નિર્ણય કર્યો છે…તેમજ રાજ્ય ના લાખ્ખો વિદ્યાર્થીના ભવિષ્યઃ સાથે ચેડા કરી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ….

 

વિદ્યાર્થી વિરોધી તેમજ પ્રજા વિરોધી સરકાર ની નીતિઓ છે તેવા આક્ષેપો કર્યા હતા અને ભરૂચ યૂથ કોંગ્રેસ ના કાર્યકરો એ મોટી સંખ્યામાં ભેગા થઇ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો ….જેમાં કાર્યકરો એ પાંચબત્તી સર્કલ ખાતે પુતળા દહન અને ભારે સૂત્રોચ્ચાર રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો અને સરકાર ની નીતિ નો વિરોધ વ્યક્ત કર્યો હતો…….

 

 

આ પ્રંસંગે જીલ્લા યૂથ કોંગ્રેસ ના પ્રમુખ શેરખાન પઠાન ની આગેવાની માં શહેર ના નગર સેવકો.યુવા આગેવાનો.તાલુકા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ ના કાર્યકરો સહીત મોટી સંખ્યા માં કોંગી અગ્રણીઓ જોડાયા હતા …અને ફી નિયમન મુદ્દે સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું……

 

હારૂન પટેલ -ભરૂચ


Share

Related posts

ઝાડેશ્વર ની મહિલા ને દુષ્પ્રેરણા ના ગુના માટે પ્રેરિત કરનારા સામે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કલેક્ટર ભરૂચ પાસે 30 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ નાગરિકો માટે હવે નિભાવશે નાયકની ભૂમિકા- ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળોએ લેટર બોક્સ મુકાયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!