પાલેજ :- પાલેજ નજીક અાવેલા આમોદ તાલુકાના ઇખર ખાતે સિવિલ હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતરના સબ સેન્ટર ઇખર ખાતે ગત રોજ નિશુલ્ક ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઇખરના સ્લમ વિસ્તાર એવા ઓચ્છણવાળી નવી નગરી ખાતે આવેલા આંગણવાડી કેન્દ્ર ઉપર દ્રષ્ટિ ખામીથી પીડિત ૪૦ વર્ષથી વધુ વયના જરૂરતમંદ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી નિશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું હતું. જેમાં ૨૫૨ થી વધુ લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો. આ શિબિરમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ સંદીપલ શાહ તેમજ માતર આરોગ્ય કેન્દ્રના આસીસ્ટન્ટ ડો. જાગૃતિ બેને સેવા આપી હતી. સામાજિક કાર્યકર ડો. યુનુસભાઇ તલાટીએ શિબિરને સફળ બનાવવા ખુબ સારી જહેમત ઉઠાવી હતી..
previous post