Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠકમાં વિપક્ષનેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમૂખ અમિત ચાવડાની ખાસ ઉપસ્થિતી

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

ગોધરા ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશધાનાણીની
હાજરીમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીની કારોબારી બેઠક તેમજ સંવાદ અને સત્કાર કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતુ જેમા મોટી સંખ્યામાં કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગોધરા શહેર સરદારનગર ખંડ ખાતે જિલ્લા કારોબારીની મિટીંગ તેમજ સત્કાર અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા ખાસ ગુજરાત વિધાનસભા પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી તેમજ પ્રદેશ પ્રમૂખ અમિતસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કારોબારીની બેઠકમાં આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષનો “જનમિત્ર કાર્યક્રમ” ને લઇને વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી.જેમા ગ્રામ્ય વિસ્તાર સુધી કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબુત બને તે માટેના પ્રયત્નો કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.સંવાદ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ પક્ષના વધુ મજબુત કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા વિચારણા કરવામા આવી હતી.આ યોજાયેલ કાર્યક્રમમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ પ્રદેશ પ્રમુખ પહેલીવાર ગોધરા ખાતે આવ્યા હોવાથી તેમને સત્કારવામાં આવ્યા હતા.જિલ્લા પ્રમુખ અજિત સિંહ ભટ્ટી, તેમજ તાલુકામાંથી આવેલા કોંગ્રેસના અગ્રણીઓ,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ગોધરા: અપક્ષ ઉમેદવારોના ચુટણી કાર્યાલયના કાર્યક્રમમાં, જાણીતા ગુજરાતી ગાયક ઉમેશ બારોટ હાજર રહ્યા.

ProudOfGujarat

નેત્રંગ ગ્રા.પંચાયતના તલાટી કોરોનાની ઝપેટમાં, ચાજઁ મોરીયાણા તલાટીને આપવામાં આવ્યો.

ProudOfGujarat

ગાંધુ થી દણસોલી ને જોડતા કીમ નદી પરના પુલની હાલત અંગે સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રીને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!