Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભાવનગર અલકા સિનેમા પાસે ગત રાત્રીના યુવાનની હત્યા કરનાર ત્રણ ઝડપાયા

Share

કિશન સોલંકી (ભાવનગર)

અલકા સિનેમા પાસે ગત રાત્રે ત્રણ સખ્સો એ યુવાન પર છરીના અસખ્યો ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાસી છુટ્યા હતા બનાવ અંગે મ્રુતક યુવાન ભાઈ તૌફિકભાઈએ ત્રણ શખ્સો વિરુધ્ધ નિલમબાગ પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ યુવાનની  હત્યા કરનાર ત્રણેય આરોપીને તળાજાના રાજપરા ગામ પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.   અલકા ટોકીઝ પાસે આવેલા જલારામ પાન સેન્ટર બેઠેલા રીયાઝ પીંઝારાને અગાઉ બાપેસરા કુવા ખાતે થયેલ સમશેરભાઈ ચૌહાણના ખુનના કેસમાં સંડોવાયેલા તૌફિક ઊર્ફે કાળુ ખાલીદભાઈ સાથે સામે સામે જોવા બાબતે ઝગડો થયેલ અને તે ઝગડાને બીજા દિવસે અલકા ટોકીઝ પાસે આવેલ કોહીનુર પાન સેન્ટર ખાતે તૌફિક ઊર્ફે કાળુ અને એઝાઝ ઊર્ફે મુન્ગો તથા સાજીદ દસાડીયા વચ્ચે ફરી ઝગડો થતા મારામારીમાં રીયાઝ પીંજારાને છરીના અસખ્યો ઘા મારી મોત નીપજાવી આરોપીઓ નાસી ગયેલ હતા. પો.અધિ.માલ તથા ના.પો.અધિ એમ.એચ.ઠાકોરની સુચના અને માર્ગદર્શન મુજબ જેની તપાસ કરતા આજરોજ સવારના સમયે આરોપીઓ બાબતે ખાનગી રાહે હકીકત મળતા તળાજા તાલુકાના રાજપરા ગામ ખાતેથી આરોપીઓ સાજીદ અબ્દુલ સતાર દસાડીયા રહે વડવા વોશીગઘાટ કન્યાશાળા સામે એઝાઝ ઊર્ફે મુન્ગો અહેમદભાઈ કુરેશી રહે.વડવા બાપેસરા કુવા તૌફિક ઊર્ફે કાળુ ખાલીદભાઈ શેખ રહે બાપેસરા કુવા ભાવનગરવાળા પકડી પાડી પુછપરછ કરતા નિલમબાગ પોલીસે ઈપીકો કલમ ૩૦૨,૩૪,૧૨૦બી જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ જે ગુન્હાની તપાસ નીલમબાગ પોસ્ટેના ઈન્ચાર્જ પો.ઈન્સ.જે.પી.ગઢવી ચલાવી રહ્યા છે

Advertisement

Share

Related posts

કબ્રસ્તાનના નાળા પર જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા …

ProudOfGujarat

નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ વાહન ચેકિંગ દરમ્યાન ચોરીની ૨૪ મોટરસાયકલોનો ભેદ ઉકેલતા પ્રજાસત્તાક પર્વ પર સન્માનિત કરાયા.

ProudOfGujarat

વાલીયા નેત્રંગ તાલુકાના રાજવાડી રીઝર્વ ફોરેસ્ટમાં રાષ્ટ્રિય પક્ષી મોર નો શિકાર કરનારાઓ વિરુદ્ધના ફોરેસ્ટ એક્ટ તથા વાઈલ્ડલાઈફ પ્ટેક્સન એક્ટની ના ગુનામાં સખત કેદની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!