Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે જનજીવન પર અસર

Share

જીગર નાયક,નવસારી

Advertisement

હવામાન વિભાગ ની આગાહી બાદ નવસારી જિલ્લામાં મોડી રાત્રી થી ધોધમાર વરસાદ વરસી રહયો છે. નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ કરતાં ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. તો
બીજી બાજુ વરસાદના કારણે શહેરમાં અમુક વિસ્તારોમાં રાત્રે વીજપુરવઠો પણ ખોરવાયો હતો.જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાના બનાવો બન્યા હતા. ગત રાત્રી થી સતત વરસી રહેલા વરસાદ ને પગલે આજે સવારે શાળા એ જતા વિદ્યાર્થીઓ અને નોકરયતો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લા 24 કલાક માં નોંધાયેલો વરસાદ

નવસારી 5 ઇંચ
જલાલપોર 5 ઇંચ
ગણદેવી 6 ઇંચ
ચીખલી. 9 ઇંચ
વાંસદા 9 ઇંચ
ખેરગામ 10 ઇંચ

 


Share

Related posts

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા તરફથી અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરા : મોંઘવારીના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી વિરોધ વ્યક્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચ : RTE એકટ હેઠળ રદ થયેલ ફોર્મ અંગે મહત્વની રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!