Proud of Gujarat
GujaratFeaturedINDIA

કલમઠા ગામની સર્પડંશની મહિલાને એનડીઆરએફની ટીમે બચાવી :

Share

જીગર નાયક,નવસારી

Advertisement

નવસારી જિલ્લાના બીલીમોરા ગામે અંબિકા અને કાવેરી નદીમાં પુર આવ્‍યા હતા. આવા સમયે કલમઠા લીમડ ફળિયામાં રહેતી મહિલા સીતાબેન ગોવિંદભાઇ પટેલ ઉંમર-પ૦ સર્પડંશનો ભોગ બની હતી. લગભગ રાત્રિના ૧૨ વાગ્‍યાની આસપાસ આ બનાવની જાણ દીપુભાઇ પટેલને થઇ હતી. પરંતુ પરિસ્‍થિતિ એવી હતી કે, ગામમાં જવાના તમામ રસ્‍તાઓ બંધ થઇ ગયા હતા. જેની જાણ ગામજનોએ અધિકારીઓ-પદાધિકારીઓને કરતાં તાબડતોડ એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમે ધસમસતા પ્રવાહમાં બાજી લગાવીને મહિલાને રાત્રિના બે વાગ્‍યાની આસપાસ બોટ મારફતે રેસ્‍કયુ કરીને બીલીમોરા લઇ આવી હતી. તેમને તાત્‍કાલિક સારવાર આપવામાં આવી હતી. હાલમાં સીતાબેન વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર હેઠળ હોવાનું કલમઠા સરપંચ દ્વારા જણાવાયું હતું.

કલમઠાના સીતાબહેનની બચાવ કામગીરીમાં બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનિષ નાયક, યતિન મિસ્ત્રી, યોગેશ પટેલ( ભાઠા), હર્ષભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય મનિષ પટેલ પણ સહભાગી બન્‍યા હતા.


Share

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૪,૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

પંચમહાલ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

ઝઘડિયાનાં વઢવાણા ગામે પાઈપલાઈન બાબતે કાકા ભત્રીજા વચ્ચે તકરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!