Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિરમગામ શહેરના યુવા ઉત્સાહી પત્રકાર પિયુષ ગજ્જરને પિતૃ શોક, પિતા નાગરભાઇ મિસ્ત્રીનું નિધન

Share

વિરમગામ શહેરના યુવા ઉત્સાહી પત્રકાર પિયૂષ ગજ્જરના પિતાશ્રી નાગરભાઇ જગજીવનભાઇ મિસ્ત્રી(વડગામા) નું દેવપોઢી એકાદશી તારીખઃ-૨૩/૦૭/૧૮ને, સોમવારના રોજ લાંબી માંદગી બાદ દુઃખદ નિધન થયુ છે. નાગરભાઇ મિસ્ત્રીની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન ઇન્દ્ર રેસીડન્સી વિરમગામ ખાતેથી કાઢવામાં આવી હતી અને ઐતિહાસિક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ ખાતે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી હતી. તેઓનું બેસણું તારીખઃ-૨૮/૦૭/૧૮ને શનિવારના રોજ સવારે ૯ કલાક થી બપોરના ૧૨ કલાક સુધી ઇન્દ્ર રેસીડન્સી, ખોડીયાર માતાના મંદિર પાસે,વિરમગામ ખાતે રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નાગરભાઇ જગજીવનભાઇ મિસ્ત્રીનો જન્મ તારીખઃ- ૧૭/૧૧/૧૯૬૩ના રોજ થયો હતો અને તારીખઃ- ૨૩/૦૭/૧૮ને,સોમવારના રોજ તેઓનો દેહ પંચ મહાભુતોમાં વિલીન થયો હતો. નાગરભાઇ મિસ્ત્રી વિરમગામના ભરવાડી દરવાજા પાસે આવેલ વિશ્વકર્મા શો મીલ સાથે જોડાયેલા હતા અને પોતાના વ્યવસાયની સાથે તેઓ ધાર્મિક સમાજીક કાર્યો સાથે પણ જોડાયેલા હતા. આપત્તિના સમયે તેઓ લોકોને મદદરૂપ બનવા માટે સદા તત્પર રહેતા હતા. તેઓના નિધનથી ગજ્જર (વડગામા) પરિવાર ઉપરાંત વેપારીઓમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે.

Share

Related posts

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં પ્રદુષિત પાણીનો ગેરકાયદેસરની પાઈપ દ્વારા નિકાલનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

70 ફૂટ ઉંડા કૂવામાંથી મોબાઇલ શોધી આપતી જૂનાગઢ ફાયર ટીમ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!