Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિ યુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા…

Share

:-ભરૂચના મકતમપુર ખાતે આવેલી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલ કૃષિ મહાવિદ્યાલયના કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરાવવા વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચરલ સ્ટુડન્ટ એસોસિએશનના  વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત રાજયમાં ચાલતી ખાનગી કૃષિ કોલેજો જેવી કે રાય યુનિવર્સિટી,પારૂલ યુનિવર્સિટી,મારવાડી યુનિવર્સિટી, તથા આરતી યુનિવર્સિટી જે પોતાની કોલેજોમાં માન્યતા વિના એગ્રીકલ્ચર ભણાવી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા તેમને ચેતવણી આપવા છતાં પોતાની કોલેજો ચાલુ રાખી છે.

જોકે ગુજરાતની દરેક કૃષિ યુનિવર્સિટીમાં એકજ કોર્ષ ભણવામાં આવે છે અને એકજ સરખું પેપર પણ લેવામાં આવે છે.જેથી દરેક વિદ્યાર્થી એક લેવલમાં રહે છે.અને જે લોકોને અહીંની યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું ને કે મેરીટ લિસ્ટમાં નથી આવતા તેવા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લે છે અને ત્યાં કોઈ મેરીટ નથી.જેવા આક્ષેપો સાથે આજ રોજ મકતમપુર ની નવસારી  કૃષિ યુનિવર્સિટીના કેમ્પર્સ વિદ્યાર્થીઓએ ભેગા થઇ હાથ બેનરો લઈ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા હતા.સાથે જ આવતી કાલે કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું……


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદના બાળકો હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઝળક્યા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા પંચાયતનાં સભાખંડમાં આજરોજ ઉમરપાડા ટ્રાયબલ સબ પ્લાનનું આયોજન 499 લાખ રૂપિયાનાં વિકાસનાં કામોનું આયોજન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાજ્યમંત્રીશ્રી યોગેશ ભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને તાજપુરાનાં નારાયણધામ ખાતે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!