Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના મકતમપુર વિસ્તારમાંથી ૧ કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલાની SOG પોલીસે કરી અટકાયત-૧૧ હજાર ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત…

Share

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લા પોલીસ વડા આર વી ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસ ઓ જી પોલીસ ની ટીમે મકતમપુર વિસ્તાર માં આવેલ સયદવાડ ખાતે ના મકાન માં રહેતી સમીમ બાનુ અલ્તાફ હુસેન ગુલામરસુલ શેખ ના મકાન માં વેચાણ અર્થે વનસ્પતિજન્ય ગાંજા નો જથ્થો હોવાની બાતમી ના આધારે દરોડા પાડી તેના રહેણાંક મકાન માંથી અંદાજિત ૧ કિલો ૪૦૦ ગ્રામ કિંમત ૯ હજાર ૮૦૦ તેમજ રોકડ રૂપિયા ૧૯૪૦ મળી કુલ ૧૧ હજાર ૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ એકટ મુજબ નો ગુનો દાખલ કરી તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરતા નશાનો વેપલો કરતા તત્વો માં ફફડાટ ની લાગણી છવાઈ જવા પામી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે નવ નિયુક્ત એસ પી આર વી ચુડાસમાએ ચાર્જ સંભાળ્યા બાદ થી ગુનાખોરી ની દુનિયા ઉપર પાડવામાં આવતા એક પછી એક પોલીસ  ખાતા ના દારોડાઓ અને જિલ્લા પોલીસ વડા ની આ પ્રકારની કામગીરી લોકો વચ્ચે પણ પ્રસંશા નું કેન્દ્ર બની રહી છે…તેમજ જિલ્લામાં ગુનાખોરી ને અંજામ આપતા તત્વો હાલ તો પોલીસ કામગીરી થી ધ્રુજી ઉઠ્યા હોય તેમ લાગી રહ્યું છે…..

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાણીપુરા ગામની સીમમાં દીપડાનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

છોટાઉદેપુર : એકલવ્ય કોલેજ કલારાણીના વિદ્યાર્થીઓએ ઝંડ હનુમાન તથા કડા ડેમની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર ટોલ પ્લાઝા પર ડબલ ટેકસની માંગણી કરાતા મારામારી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!