Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યસભા સાંસદ અહેમદભાઇ પટેલે પારસીઓના નૂતનવર્ષે નવરોઝ-પતેતી, હિંદુઓના પાવન શ્રાવણ માસ અંગે જૈન સમાજનાં ચતુઁ માસના ત્રિવેણી સંગમ નિમિતે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.

Share

ભારતીય સમાજમાં દુધમાં સાકરની જેમ ભળીને દેશના વિકાસમાં પણ ખભેખભા મિલાવી પોતાનો શ્રેષ્ઠફાળો આપનાર પારસી સમુદાયને અહેમભાઇ પટેલે નવરોઝ-પતેતીની અનેકાનેક શુભકામનાઓ પાઠવી છે. રમુજી અને બુધ્ધીશાળી પારસી સમાજને તેમણે દેશના વિકાસમાં અમુલ્ય યોગદાન આપનાર મહત્વના નાગરિક ગણાવી નવરોઝની મુબારકબાદી પાઠવી છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે ધર્મ પ્રત્યેની આસ્થા માનવીય જીવન તેમજ સમાજને એક સુત્રે બાંધી રાખવામાં અને સહકાર સાથે સુખી સંપન્ન થવાનો માર્ગ ચીંધે  છે. ત્યારે આ પર્વનો ત્રિવેણી સંગમ સમાજની સાથે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને ઉન્નતિ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે એવી શુભેચ્છા પાઠવી છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા મોવી હાઇવે પર ચપ્પુની અણીએ લૂંટ કરનાર પાંચ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

કોવિડ વેકસીન કોવિશિલ્ડના ૧૧,૩૨૦ ડોઝ ગોધરા ખાતે આવી પહોંચ્યા

ProudOfGujarat

આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીની બસની ટક્કરે પુત્રનું મોત: પિતા ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!