Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

હાંસોટ પોલીસે બાતમીના આધારે અંભેટા ગામનાં રોડ પરથી પર પ્રાંતીય દારૂ અને બે ફોર વ્હીલર મળી કુલ ચાર લાખથી વધુ મુદ્દા માલ સહિત બે આરોપીઓ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Share


ગત રાત્રીના હાંસોટ પોલીસ સ્ટેશન ના પી. આઈ. ડી. એ. ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે અલ્ટ્રો ફોર વ્હીલ કાર નો ચાલક હાંસોટ અંભેટા રોડ પર ઉભેલ મારૂતિવાન વાળા ને ઇંગ્લીશ દારૂની ડિલીવરી આપવા માટે આવવાનો છે તેના આધારે હાંસોટ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ દિપક ભાઈપાટીલ, બળવંત ભાઈ, ભૂરા ભાઇ, વિનોદભાઇ, વીરપાલ સિંહ તથા રાજેશભાઇ નાઓ બાતમી વાળી જગ્યાએથી આરોપી કૈલાશ ગોપીજી ગુર્જર રહે નવા તળીયા તા. અંકલેશ્વર જી ભરૂચ તથા સુખલાલ પન્નાલાલ ગુર્જર રહે વઘવાણ તા. હાંસોટ જી. ભરૂચ બંને મુળ રહેવાસી રાજસ્થાન ની સફેદ રંગની અલ્ટ્રો જી. જે. ૧૬ બી. જી. ૫૪૯૭ કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તથા મારુતિ વાન જી. જે. ૧૬ સી. બી. ૧૩૪૦ કિમત રૂપિયા ૨,૨૫,૦૦૦ તથા પાર પ્રાંતીય ૧૮૦ મીલી. ની ૩૮૪ બોટલ કુલ ૩૪,૫૬૦ આમ કુલ ચાર લાખ દસ હજાર બસો સાહીઠ રૂપિયા ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓ ને ઝડપી પાડી પ્રોહી. એકટ મુજબનો કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તથા સુખલાલ ગુર્જર અગાઉ પણ ઇંગ્લિશ દારૂ ની હેરફેરમાં સંડોવાયેલ હોય  વાપી પોલીસ સ્ટેશનમાં વૉન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે

Advertisement

Share

Related posts

ડાંગ : સુબીર તાલુકાની બીલીઆંબા વાહુટીયા અને સિંગાણા પ્રાથમિક શાળાની NMMS-2022 ની પરીક્ષામાં સિદ્ધિ.

ProudOfGujarat

વડોદરા : દિવ્યાંગોને સરળતાથી લાભ મળે તે માટે જિલ્લા કલેકટર દ્વારા નેશનલ ટ્રસ્ટ એકટ મુજબ રચના કરાઇ.

ProudOfGujarat

ગોધરા- હોળી પર્વને લઇને બજારમાં ચહલ પહલ,ધાણી-હારડા ખજૂરની ખરીદી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!