Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાત મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ… જાણો વધુ

Share

અંકલેશ્વર ગુ.હા.બોર્ડ સુરતીભાગોળ વિસ્તારમાં જુગારધામ ઝડપાયું.

કુલ ૬૩૩૨૫ નો મુદ્દામાલ જપ્ત.

Advertisement

અંકલેશ્વર ગુ.હા.બોર્ડ વિસ્તારના બંધ મકાનમાં રમાતો જુગાર પોલીસે ઝડપી પાડ્યો હતો આ બનાવ તારીખ ૨૧/૮/૧૮ ના રાત્રી ના ૮ વાગ્યાના અરસામાં બન્યો હતો જેની ફરીયાદ વુમન પો.કો મધુબેન ભગવાનભાઈ એ નોંધાવી હતી જેમા આરોપી તરીકે દમંયતીબેન હસમુખભાઈ સેજુ ઊ.વ.૩૨ રહેવાસી ગુજરાત હાઊસિંગ ના મકાના નં-૮૦૯ સુરતી ભાગોળ અંકલેશ્વર (૨) રેખાબેન વીનુભાઈ પટેલ (૩) રાજુબેન નટુભાઈ (૪) મંજુબેન રવજીભાઈ (૫) ગંગાબેન ડાહ્યાભાઈ (૬) મુક્તીબેન ગોપાલભાઈ (૭) ભાવનાબેન મેઘાભાઈ નાઓ જુગાર રમતા ઝડપાયા હતા.

આ અંગે વિગતે જોતા દમંયતીબેન હસમુખભાઈ સેજુ ના ઘરમા બંધ દરવાજે ઊપરોક્ત તમામ મહિલાઓ ભેગી થઈ પત્તા-પાનાનો ગેરકાયદેસર જુગાર રમતા ઝડપાયા હતા જેમની અંગ ઝડતીમાં રોકડા રૂપિયા ૫૩૭૪૫ તથા દાવ ઊપરના રોકડા ૫૮૦ જુગાર રમવાના સાધનો અને અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા ૬૩,૩૨૫/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે.


Share

Related posts

બરોડા યુથ ફેડરેશન દ્વારા પી.એમ. ના દીર્ઘાયુ માટે નવતર પ્રયોગ.

ProudOfGujarat

ઝઘડીયા : બે વર્ષ સંબંધ રાખ્યા બાદ મહિલાને તરછોડનાર યુવક સામે ફરિયાદ…

ProudOfGujarat

રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં લોકોએ શબે બરાતમાં ઘરે રહી નમાજ અદા કરી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!