Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-ટ્રેનમાંથી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું-મહિલાએ ઔરંગા નદીના પુલ પરથી લગાવી છલાંગ

Share

 

FILE PIC_વલસાડના અૌરંગા નદીના રેલવે બ્રિજ પરથી સોમવારે પસાર થઇ રહેલી અોખા બાન્દ્રા અેક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી કોઇ યુવતીઅે અચાનક નદીમાં ઝંપલાવી દીધું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.ટ્રેનના પાછળના કોચમાં બેેઠેલા મુસાફરોઅે આ ઘટના નિહાળતા સ્તબ્ધ થઇ ગયા હતા.આ મામલે ગાર્ડે પણ સ્ટેશન માસ્ટરને ઘટનાની જાણ કરી હોવાનું જાણવા મળે છે.

Advertisement

આ યુવતી કોણ હતી અને તેણે કેમ નદીમાં કૂદી પડી તે અંગે કોઇ કારણ જાણવા મળ્યું નથી.

વલસાડના લીલાપોરથી થોડે આગળ આવતા અૌરંગાનદીના રેલવે બ્રિજ પરથી સાંજે 6.30 કલાકના સુમારે તેજ ગતિઅે દોડી રહેલી અોખા બાન્દ્રા ટ્રેનના ડબ્બામાં બેસેલી અેક 19 થી 20 વર્ષીય યુવતીઅે બ્રિજ આવતાં જ નદીના વચ્ચેના ભાગેથી દોડી રહેલી ટ્રેનમાંથી નદીમાં ઝંપલાવી દીધું હતું.આ ઘટનાથી ટ્રેનના મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો..યુવતી જે ડબ્બામા હતી તેની પાછળના ડબ્બાના મુસાફરોઅે ઘટના નિહાળતા હેબત ખાઇ ગયા હતા.જો કે આ યુવતી ક્યાંની હતી તેની કોઇ જાણકારી કોઇને ન હતી.આ મામલે ગાર્ડને જાણ કરાતાં વલસાડ રેલવે સ્ટેશન માસ્ટર રમણલાલને જાણ કરી હતી.જેની વલસાડ જીઆરપી પોલીસને પણ જાણ કરાતાં પોલીસ તપાસની તજવીજ હાથ ધરી હતી.આ ઘટનાને લઇ રેલવે અૌરંગા બ્રિજના સામે સ્ટેટ હાઇવેના બ્રિજ પર લોકોનુું ટોળું અેકત્ર થઇ ગયું હતું.

રેલવે પોલીસે કહ્યું,જાણકારી મળી છે,તપાસ કરી રહ્યા છીઅે

વલસાડ તરફ આવી રહેલી અોખા બાન્દ્રા ટ્રેનમાંથી કૂદી પડેલી યુવતી ટ્રેનના મુસાફરોઅે જોઇ હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં વલસાડ રેલવે પોલીસ સુધી પહોંચી ગઇ હતી.જો કે રેલવે પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ટ્રેનમાંથી ઝંપલાવી દીધું હોવાની જાણ થઇ છે.આ અંગે તપાસ કરી રહ્યા છીઅે..સૌજન્ય D.B


Share

Related posts

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલનાં 77 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો એ વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લા ખાતે વંદે ગુજરાત વિકાસ કાર્યક્રમમાં બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!