Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

શહેરામાં એસીબીની સફળ ટ્રેપ.NRG શાખાનો કર્મચારી 15,000ની લાંચ લેતા ઝડપાયો

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતના NRG વિભાગનો કર્મચારી ઉપ સરપંચ પાસેથી૧૫,૦૦૦ રુપિયાની લાંચ લેતા એસીબીના ગોઠવેલા છટકામાં રંગે હાથે ઝડપાઈ હતો.

મળતી વિગતો અનુસાર શહેરા તાલુકામાં આવેલી એક ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કરેલા કામોના બિલ તથા કામોના વર્ક ઓડર મેળવવા શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા આસી.વર્કસ મેનેજર મહંમદ કાસીમ બખ્ખરને મળ્યા હતા.પરંતુ વર્ક ઓડર મેળવવા રૂપિયા 15000ની લાંચની માંગણી ઉપ સરપંચ પાસે કરી હતી.તેઓ લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરીયાદ કરતા એનઆરજી ઓફીસમા લાંચ લેતા અરસામા મહંમદ બખ્ખરને ઝડપી પાડીને તેના સામે કાયદેસરની કાર્યવાહી એસીબી દ્રારા હાથ ધરવામા આવી હતી.


Share

Related posts

વાગરામાં કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ એ ટી.બી ના દર્દીઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ કર્યું

ProudOfGujarat

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

મને કેમ જૂએ છે કહીં મહિલાએ તકરાર કરતાં મામલો બિચકતાં બન્નેના પરિવાર બાખડયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!