Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલમા આવેલા ટાયરના ગોડાઉનમા ભીષણ આગ ગોધરા રાજુ સોલંકી

Share


હાલોલ પાવાગઢ રોડ ખાતે આવેલ ગાયત્રી મંદિર નજીક સ્ક્રેપ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી
આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા હાલોલ નગરપાલિકા ના ફાયર ફાઇટર તથા નજીક માં આવેલ મોટી કંપનીઓના ફાયર ફાઈટરો બોલવી લેવામાં આવ્યા હતા ત્રણ કલાક જેટલી ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. બનાવને પગલે પોલીસ,ફાયર બ્રીગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતો.
હાલોલ પાવાગઢ રોડ પર ટાયરનુ ગોડાઉનમાં આગ લાગતા આજુ બાજુ દુકાનો તથા રહેણાંક વિસ્તારમાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો આગમાં કેટલું નુકશાન થયું છે અને આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. હાલોલ નગરમાં ટાયર તથા અન્ય સ્ક્રેપના ઘણા ગોડાઉનો આવ્યા છે છતાં પણ આ ગોડાઉનમાં કોઈ સેફટી ના સાધનો વસાવવામાં આવ્યા નથી સ્ક્રેપના ગોડાઉનમાં આગના બનાવો અનેક બનતા હોવા છતા તંત્ર ઘ્વારા કોઈ પગલાં લેવમાં આવતા નથી

Advertisement

Share

Related posts

ભરૂચમાં જળ સંસાધનોના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક અભિગમ : NAQUIM અભ્યાસના તારણો રજૂ; રિચાર્જ પ્લાન અને જળ સંચય માટે વિભાગોને માર્ગદર્શન

ProudOfGujarat

ઝગડિયા જી.આઇ.ડી.સી. માં આવેલ દઠેડા વિસ્તારમાં પાણીની ટાંકીની દિવાલ ધરાશય થઇ

ProudOfGujarat

માંગરોળનો બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર વધુ વરસાદના કારણે તા. 17 જુલાઈ સુધી બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!