Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલમાં ડોક્ટરી ડીગ્રી વગરના ઝોલાછાપ ડોકટર ઝડપાયા.

Share

ગોધરા એસઓજી શાખાએ બાતમીના આધારે મહેલોલ ગામેથી એક ભાડાના મકાનમાં બોગસ ડોકટર બનીને દવાખાનુ ચલાવતો ઇસમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના મહેલોલ ગામની ચોકડી પાસે આવેલા એક મકાનમાં એક બોગસ ડોકટર ડીગ્રી વગર લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરી મનફાવે તેમ સારવારના પૈસા લઈ રહ્યો હોવાની બાતમી ગોધરા એસઓજી શાખાના પીઆઇ કે.પી.જાડેજાને બાતમી મળી હતી.એસઓજી ટીમે આરોગ્ય અધિકારીને સાથે રાખીને એ મકાનમા તપાસ હાથ ધરવામા આવતા જરુરી સાધન સામગ્રી મળી આવી હતી.તેનુ નામ પુછતા બબલૂ કુમાર જતીન્દ્રનાથ હલદર મુળ રહે હોમીનાપતા તા.ધાનતલા જી નોડીયા ( પશ્વિમ બંગાળ) હોવાનુ જણાવ્યુ હતુ.એસઓજીટીમે દવાઓ સહિતનો ૧,૧૪,૨૭૭ લાખ જેટલા રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વેજલપુર પોલીસ મથકે બોગસ ડોકટરને સોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામીછે.

Advertisement

રાજુ સોલંકી, પંચમહાલ.


 


Share

Related posts

ભરૂચ ના કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે વાહન ચેકીંગ દરમિયાન બે પોલીસ કોન્સ્ટેબલ બાખડયા હતા જેમાં બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલે સી ડિવિઝન કોન્સ્ટેબલના માથામાં કાચની બોટલ ફોડી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો…….

ProudOfGujarat

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

ProudOfGujarat

પાલીતાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે ચુટણી યોજાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!