Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

Share

શહેરા,રાજુ સોલંકી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામે પતિ-પત્નિ વચ્ચે થયેલી સામાન્ય તકરાર ઉગ્ર બનતા પતિએ પત્નીને લાકડી વડે માર મારતા પત્નિનુ મોત થયુ હતુ.આ બાબતે પરિવારજનોએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા આરોપી પતિને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પંચમહાલના શહેરા તાલુકા ના તાડવા ગામ ના બામણીયા ફળિયા મા રહેતા અમરસીંગ વજેસીંગ બામણીયા અને તેમની પત્ની સુમિત્રા વચ્ચે થયેલો ઝગડો જીવલેણ બન્યો હતો.મંગળવારની મોડીરાત્રીના સમયે પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી પતિ અમરસીંગએ આક્રોશમાં આવીને લાકડી વડે પત્ની સુમિત્રા ને મારમારતા મોત થયુ હતુ.અને પતિ ફરાર થઈ ગયો હતા. શહેરા પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે ત્યારબાદ આરોપી પતિ અમરસિંગની ધરપકડ કરી હતી.

Advertisement


Share

Related posts

રાજપીપલા નગરપાલિકા દ્વારા મઠની સામે – નજીક સ્મશાન બનાવવાની યોજના સામે વિરોધ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ગડકાછ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતી દીપીક્ષા વસાવાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની તરીકે પસંદગી થઇ.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં મોટરકાર માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!