Proud of Gujarat
FeaturedGujarat

મોરબીમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ…

Share

મોરબી:

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.ત્યારે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોબેશન ડી.વાય.એસ.પી ચૌધરી, એ ડિવિઝન પીઆઇ ચૌધરી, પીએસઆઈ ઝાલા તથા એ ડિવિઝન 150 પોલીસ કર્મચારીઓ અને એસ.આર. પી.ના જવાનો સહિતના કફલાએ શિસ્તબદ્ધ રીતે મોરબી બાયપાસ ઉમિયા સર્કલ ખાતે ફ્લેગ માર્ચ શરૂ કરી હતી.આ પોલીસ કફલાએ ઉમિયા સર્કલ, રવાપર રોડ, શનાળા રોડ, અયોધ્યાપુરી મેઈન રોડ, ગાંધીચોક, ગેસ્ટ હાઉસ રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી હતી.પોલીસે આ મુખ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ તમામ સ્થળોનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

Advertisement


Share

Related posts

વાંકલ,મોસાલી પ્રાથમિકશાળા સહીત સુરત જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ. 

ProudOfGujarat

ભારે વરસાદની અસર: પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ, કેટલીક શોર્ટ ટર્મિનેટ

ProudOfGujarat

શ્રવણ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસે હાથ ધરી કડક કાર્યવાહી : આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો ડિટેઇન કરી નિયમ પાલનનો આપ્યો સ્પષ્ટ સંદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!