Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરમાં પોલીસ હેલ્પ લાઈન નંબરોના બેનરો લગાડવામાં આવ્યા…

Share

વિનોદભાઇ પટેલ

મંગળવારના રોજ લોકસભાની ચુંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે આજરોજ અંકલેશ્વર ચુંટણી અધિકારી દ્વારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી.તથા બીજી તરફ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરમાં પોલીસ હેલ્પ લાઈનના બેનરો લગાડવામાં આવ્યા છે. જેમાં પબ્લિકની સેવા અર્થે લાગેલ બેનરમાં તમામ નંબર ઉપર ફોન કરી પોતાની મુસીબત જણાવી શકે તે હેતુથી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તમામ કેન્દ્રો ઉપર બેનર લગાવવામાં આવ્યા.મતદાન કરવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તૈયારીને આખરી ઓપ અપાય રહયો છે તથા ભરૂચ પોલીસ તત્રં દ્વારા મતદારોને કોઈ પણ મુસીબતમાં મદદ કરવા માટે આ પહેલ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુલ્લી ગામે બનાવેલા શૌચાલયો બિસ્માર હાલતમાં.

ProudOfGujarat

ભરૂચ : ઔધોગિક કામદાર કર્મચારીઓને લોકડાઉનનાં સમયમાં ફરજ પર ન આવી શકે તો પણ કપાત કર્યા વગર પગાર ચૂકવવા બાબતે કોંગ્રેસ દ્વારા કરાઇ રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!