Proud of Gujarat
FeaturedGujarat

વલસાડના ગુંદલાવ ગામે એક કંપનીમાં ભીષણ આગ :ઇન્કના ડ્રમ હવામાં ઉડ્યા.સાત ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી.

Share

વલસાડના ગુંદલાવ ગામે એક કંપનીમાં ભીષણ આગ લાગતા અલગ-અલગ ગામના સાત ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી છે. આ અંગે મળતી વિગત મુજબ ગુંદલાવ ખાતેની શક્તિ ટેક નામની કંપમનીમાં આગ લાગી હતી. જેથી થોડીવાર માટે ભાગદોડ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતા વલસાડ ફાયર ફાઈટર દોડી આવ્યુ હતુ.અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને કંપનીમાં રહેલા ઈન્કના ડ્રમ હવામાં ઉડતા જોવાયા હતા જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.જોકે બાદમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતા વલસાડ, અતુલ, વાપી, નવસારી, ધરમપુર, પારડી સહિતના સાત ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજકોટ સહિત રાજ્યભરના એસ.ટી.ડિવિઝનમાં 2400 ડ્રાઈવર-કંડકટરની ભરતી માટે કાર્યવાહી શરૂ

ProudOfGujarat

માંગરોળના વડોલી ગામે વરસાદી પુરથી નદી પર પ્રોટેક્શન વોલની સાઈડનુ ધોવાણ થતાં લોકો ભયભીત.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં 12 ગૌશાળા/પાંજરાપોળનાં 2743 પશુઓ માટે રૂ.20,57,250/- ગ્રાન્ટની ફાળવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!