Proud of Gujarat
FeaturedGujaratINDIA

રક્ષાબંધન ના દીવસે દીલ્હી થી સાયકલ ઉપર પુરા ભારત ની યાત્રાએ નીકળેલ શ્રી આફતાબ ફરીદી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.

Share

વિનોદભાઇ પટેલ

૨૩ વરસ ના આ યુવાન આપણા દેશની રક્ષા કાજે જે સૈનિકો ૨૪ X ૭ ખડેપગે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતા હોય તેવા વીર સૈનીકોના સન્માન ની વાત દેશવાસીઓ સાથે કરવા અને માનવતાના સંદેશ સાથે ૨૪ રાજ્ય અને લગભગ ૨૪,૩૦૦ કી.મી ની યાત્રા હાલ સુધી પુરી કરી ચુક્યા છે. અને પોતાના જન્મ દીવસે ૧૫-૦૬-૨૦૧૯ એ લગભગ ૨૬૦૦૦ કી.મી. પુરા કરી દિલ્હી ખાતે આ યાત્રા પૂર્ણ કરશે. એમને ઓસ્ટ્રેલીયા ના સાયકલીસ્ટ Benjamin woods નો એક જ દેશમાં સૈથી વધુ કી.મી. નો સાયકલીંગ નો ૧૮૩૦૦ કી.મી Guinness world record પણ તોડી નાખ્યો છે. અંકલેશ્વર બાઈસીકલ કલ્બ ના સભ્યોએ તેમનું હોટલ પેરેડાઈઝ ખાતે સન્માન કર્યું હતું. અને આજરોજ મોડી સાંજે ૮:૩૦ કલાકે તેમની સાથે એક સંવાદ નો કાર્યક્રમ રાખ્યો છે અને તે માટે સહુ ને ખાસ કરી બાળકો અને યુવાઓ ને આમંત્રણ આપીએ છીએ કે આ કાર્યક્રમ ભાગ લઈ આ યુવાનથી પ્રેરણા મેળવવા મોટી સંખ્યામાં આવે.આ કાર્યક્રમ ડી.એ.આંનદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,મેનગેટ પાસે, ગ્રાઉન્ડમાં જી.આઈ.ડી.સી, અંકલેશ્વર ખાતે આજરોજ રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે.

Advertisement


Share

Related posts

રાજપીપળા : તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત.

ProudOfGujarat

દાહોદ જીલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મ ની ઉત્સાહ પૂવઁક ઊજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોકટરને ઝડપી પાડતી એસઓજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!