Proud of Gujarat
FeaturedGujarat

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા I/C પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીસા ની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલી રહી છે.જે મુજબ પો.સ.ઇ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના ટીમના પોલીસ માણસો વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.હે.કો જયેન્દ્રસિંહ મહોબતસિંહને ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળી હતી કે વાલિયા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર III ૪૭/૨૦૧૯ પ્રોહી.એક્ટ કલમ ૬૫એ,ઈ,૮૧ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી હરેશભાઈ રાજુભાઈ વસાવા રહે.નગર શેઠ ફળીયું ડેહલી ગામ,તાલુકો.વાલિયા જીલ્લો.ભરૂચને ડેહલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી સી.આર.પી.સી-૪૧(૧)આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચના અ.હે.કો ભીખુભાઈ હીરાભાઈ, અ.હે.કો જયેન્દ્રસિંહ મહોબતસિંહ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

અમદાવાદ જીલ્લાની સાણંદ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ProudOfGujarat

અંકલેશ્વરનાં મુખ્ય માર્ગો ઉપર ખુલ્લી ગટરોને લઈને રાહદારીઓ પરેશાન.

ProudOfGujarat

વડોદરા-માજલપુરમાં સામૂહિક બળાત્કાર મામલો-નાસતો ફરતો ત્રીજો આરોપી અજય પટેલ ઝડપાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!