Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે પાનોલી જી.આઈ.ડી.સી માંથી ચોરી થયેલ ટ્રક સાથે એક ઇસમની અટકાયત કરી.અન્ય એક ઇસમ ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં ટીચર્સ સોસાયટી નજીક રહેતા રાકેશ મિસ્ત્રીએ રવિવારના રોજ સાંજના સમયે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ એચ.બી.એસ ફાર્મા સેઝના ગેટ પાસેની ખુલ્લી જગ્યામાં ટ્રક નંબર-જી.જે.૦૩.વાય ૯૭૦૩ પાર્ક કરી હતી.તે દરમિયાન માંડવા તળાવ ફળિયામાં રહેતા સંજય ભાઈલાભાઈ અને વિજય વસાવાએ તેમના ડમ્પરની ચોરી કરી ભાગી રહ્યા હતા તે વેળા પાનોલી રેલ્વે સ્ટેશન પાસે મોટરસાયકલ અને લારી સાથે ભટકાતા કેબીન સંચાલકના પુત્ર સહીત બાઈક ચાલકને ઇજા પહોંચી હતી.અકસ્માત સર્જી વિજય વસાવા ભાગી છૂટ્યો હતો જ્યારે સંજય વસાવા કેબીનમાંથી નીકળવા જતા લોકોએ ઝડપી પાડ્યો હતો અને તેને અક્લેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

“દરેક પરિવારની જરૂરિયાતો પૂરી થવી જોઈએ” – વાસ્તવિક જીવનના હીરો સોનુ સૂદનો પંજાબથી આશાનો સંદેશ

ProudOfGujarat

અમદાવાદ રિવરફ્રન્ટમાં એક જ દિવસમાં 4 મૃતદેહ મળતા ખળભળાટ

ProudOfGujarat

માતૃ શક્તિ ને પ્રણામ આજ રોજ મોમ્સ ઓફ ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!