Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ઝગડીયા:જીવલેણ હુમલાના ગંભીર ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને પો.સ.ઈ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ ટીમના માણસો ઝગડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે જીવલેણ હુમલાના ગંભીર ગુનામાં નાસતો ફરતો આરોપી પરેશભાઈ અર્જુનભાઈ વસાવા, ઉંમર વર્ષ ૨૧, રહે ગોવાલી તાલુકો ઝગડીયા જીલ્લો ભરૂચ ને આજરોજ ઝડપી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી ઝગડીયા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો ઈરફાન અબ્દુલ સમદ, તથા એચ.સી મગનભાઈ દોલાભાઈ તથા પો.કો નિલેશભાઈ નારસિંગભાઈ તથા પી.સી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ દ્વારા ટિમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ શહેર અને ગ્રામ્ય મામલદાર કચેરી દ્વારા મતદાન નોંધણી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગોધરાના વાલ્મીકી વાસ ખાતે જગત જનની માં જગદંબા માતાજીના ચૌદમાં પાટોત્સવની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સ્કૂટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!