Proud of Gujarat
FeaturedGujarat

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઈ અડવાણી

ભૃગુ ધરા કો કરદો હરા ના સંકલ્પ ને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા લીંકરોડ નજીક આવેલ નારાયણ ગાર્ડન સોસાયટી, કે.જે ચોક્સી લાઇબ્રેરી તથા એલિડ સ્કુલ ખાતે ૫૦ જેટલા વૃક્ષો ના રોપાઓની રોપણી કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં આયુર્વેદીક રોપાઓની પણ રોપણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના સભ્યો, લાઇબ્રેરીના સંચાલક અને સ્ટાફ, શાળાનો શિક્ષકગણ, વિધ્યાર્થીઓ તથા સોસાયટીના પર્યાવરણ પ્રેમી તથા જાગૃત નાગરિકો એ હાજરી આપી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન વધુને વધુ વૃક્ષો ભરૂચ જિલ્લાની શાળાઓ, જાહેર જગ્યાઓ, રોડ રસ્તાઓ, તળાવ તથા નદીના કિનારે વાવવામાં આવશે તે અંગે નો સંકલ્પ ઉપસ્થિત લોકો ને લેવડાવવામાં આવ્યો હતો સાથે વિધ્યાર્થીઓને વૃક્ષ નું જીવનમાં મહત્વ સમજાવી તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

Advertisement


Share

Related posts

અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી ગટરોમાં પ્રદૂષણ પાણી વહેતા જીપીસીબી અને NCT દ્વારા તપાસ હાથ ધરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર : ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ગ્રાન્ટમાંથી ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ.

ProudOfGujarat

સુરતમાં ડુમસ-પીપલોદ રોડ પર મર્સિડીઝના રૂફમાંથી કાર પર બેસી સવારી કરવા મામલે બે સગા ભાઈની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!