Proud of Gujarat
FeaturedGujarat

અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરાઇ, 500 વૃક્ષો રોપાશે…

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પ્રકારની પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે અને આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો જોવા મળનાર છે ત્યારે બોપલ ઘુમા નગરપાલિકાના કાઉન્સિલર વૃશાલી દાતાર અને દક્ષિણ બોપલના લોકોના પ્રયાસોથી અમદાવાદ જીલ્લાના દક્ષિણ બોપલમાં ગ્રીન સોબો ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રવિવારે શરૂ કરવામાં આવેલ અને 14થી 19 જુલાઈ સુધી ચાલનારી ગ્રીન સોબો ડ્રાઈવમાં અનેક લોકો જોડાઈ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે. ગ્રીન સોબો ડ્રાઈવ અંતર્ગત દક્ષિણ બોપલમાં 500 વૃક્ષોનું નિઃશુલ્ક વાવેતર કરવામાં આવનાર છે અને મહત્તમ લોકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવીને વૃક્ષારોપણ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન સોબો ડ્રાઈવમાં જોડાનાર લોકોને વૃક્ષારોપણ પહેલા ટ્રી પ્લાન્ટેશન અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને ત્યારબાદ અનેક લોકોએ પોતાની જાતે વૃક્ષારોપણ કર્યું હતું. અમદાવાદના દક્ષિણ બોપલમાં શરૂ કરવામાં આવેલ ગ્રીન સોબો ડ્રાઈવ ને સફળ બનાવવા માટે બોપલ ઘુમા નગરપાલિકા કાઉન્સિલર વૃશાલી દાતાર, ગ્રુપના કોર ટીમના સદસ્ય ભૂમિ શાહ, પ્રસિધ્ધ મંગોલીયા, રોહીત શાહ સહિત સાઉથ બોપલના રહેવાસીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વક્ષારોપણ બાદ તેના ઉછેર માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

ભરૂચના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગ્નિ કાંડ સર્જાયેલી હોસ્પિટલની મુલાકાત લીધી.

ProudOfGujarat

રાજપારડી નજીકના બોરીદ્રા ના ગ્રામજનો કાયદેસરના રસ્તાના અભાવે હાલાકીમાં સારસા બોરીદ્રા વચ્ચે માધુમતિ પર છલીયું બનાવી રોડ સુવિધા વિકસાવવા માંગ

ProudOfGujarat

અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનો પીએમના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!