Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરસિધ્ધિ માતાજીના નવરાત્રિ મહોત્સવના મેળા સંદર્ભે ટ્રાફિક નિયમન માટેના પ્રતિબંધાત્મક આદેશોનો અમલ જાહેર

Share

રાજપીપળા : આરીફ જી કુરેશી

રાજપીપળા : નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે તા.૨૯ મી સપ્ટેમ્બર થી તા.૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન નવરાત્રિ મહોત્સવ નિમિત્તે હરસિધ્ધિ માતાજીના મંદિરે મેળો ભરાતો હોવાના કારણે ટ્રાફિક નિયમનના હેતુસર નર્મદા જિલ્લાના ઇનચાર્જ જિલ્લા મેજીસ્ટ્રેટ ર્ડો.જીન્સી વિલીયમે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા વાહન વ્યવહાર ઉપર આ દિવસો દરમિયાન અંશતઃ કેટલાંક પ્રતિબંધ સહિતના નિયંત્રણો લાદ્યા છે.
તદ્અનુસાર તા.૨૯ મી સપ્ટેમ્બર થી તા.૮ મી ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન (બન્ને દિવસો સહિત) બપોરના ૩=૩૦ થી રાત્રિના ૧=૦૦ કલાક દરમિયાન કાળાઘોડાથી માછીવાડ ચાર રસ્તા સુધીના માર્ગ પર તથા સંતોષ ચાર રસ્તાથી હરસિધ્ધિ માતાજીના મંદિર તરફના માર્ગ ઉપર ભારે વાહનોના શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ મોટા વાહનો ડાયવર્ટ કરવાના કરાયેલા આદેશ અનુસાર દેડીયાપાડા-મોવી તરફથી પોઇચા-વડોદરા તરફ અવર-જવર કરતા વાહનો ખામર ત્રણ રસ્તાથી વિરપોર ત્રણ રસ્તા થઇ અવધૂત મંદિર રેલ્વેના ગરનાળા થઇ પોઇચા તરફ ડાયવર્ટ કરવાના રહેશે. તેવીજ રીતે અંકલેશ્વર-ભરૂચ તરફથી કેવડીયા-તિલકવાડા તરફ અવર-જવર કરતા વાહનો વિરપોર ત્રણ રસ્તા થઇ ખામર ત્રણ રસ્તા થઇ વડીયા જકાતનાકા તરફ ડાયવર્ટ કરવાના રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચના દહેજ બાયપાસ પર લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાના ગોરા-ગળતી ફળીયામાં કુદરતનો અદભુત ચમત્કાર… ચંદનની વર્ષા થઇ

ProudOfGujarat

તમારુ ATM કાર્ડ અજાણ્યા ઇસમને આપતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જાણો શુ થયુ આ શખ્શ સાથે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!